ઉપાડી ગાંસડી વેઠની રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ઉપાડી ગાંસડી વેઠની રે,
કેમ નાખી દેવાય?

એ છે રણછોડરાય શેઠની રે
એ છે શામલશા શેઠની રે.
કેમ નાખી દેવાય?

ઊની ઊની રેતીમાં પગ તપે છે,
લૂ વાય છે માસ જેઠની રે,
કેમ નાખી દેવાય?

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
લ્હે લાગી છે મને ઠેઠની રે,
કેમ નાખી દેવાય?