ઊંચા ઊંચા આભમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઊંચા ઊંચા આભમાં
મીરાંબાઈ


ઊંચા ઊંચા આભમાં ને ઊંચા ઊંચા ડુંગરાની,
ઊંડી રે ગુફામાં મારો દીવડો બળે રે (૨) ઊંચા૦

લાખ લાખ ચંદા ચળકે કોટી કોટી ભાનુ રે,
દીવડા અગાડી એ તો ઝાંખા પડે રે (૨) ઊંચા૦

ઝરમર ઝરમર વરસે મોતીડાંનો મેહુલો રે,
સુરતા અમારી એ તો ઝીલવા પડે રે (૨) ઊંચા૦

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
સત્‌ગુરુ દીધો મારો દીવડો બળે રે (૨) ઊંચા૦