ઋતુના રંગ : ૧ :

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ઋતુના રંગ : પરિચય ઋતુના રંગ
ઋતુના રંગ : ૧ :
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૨ :  →ભાવનગર

તા. ૨-૧-૩૬


વહાલાં બાળકો !

' બુધવારિયા 'માં મારો આ પહેલો પત્ર છે. દર અઠવાડિયે હું તમને જરૂર એક પત્ર લખીશ. તમારી ઉપર પત્ર લખવાનું મને બહુ ગમે છે. તમે મારા ઉપર પત્ર લખશો તો મને ખૂબ જ મજા પડશે.

જુઓ, હમણાં શિયાળો ચાલે છે.


શિયાળે શીતળ વા વાય,
પાન ખરે, ઘ‌ઉં પેદા થાય.


આ કવિતા તમે પહેલાં કોઈ દિવસ વાંચી છે ? આપણા કવિ દલપતરામ ડાહ્યાભાઈએ એ લખેલી છે.

શિયાળામાં અનાજમાં ચણા ને ઘ‌ઉં થશે. શાકમાં રીંગણાં થશે; કોબી, પાપડી, મૂળા, મોગરી, સરગવો, વગેરે થશે.

લોકો ઘરમાં પાક કરશે : મેથીપાક, અડદિયો પાક, ગોળપાપડી ને એવા પાકો.

સૌને ટાઢ વાશે એટલે ગરમ કપડાં પહેરશે, સગડીએ તાપશે અને તડકે બેસશે.

શિયાળામાં હાથપગ ફાટી જશે ને તડિયાં પડશે. લોકો કોકમનું ઘી, વેસેલીન, ઝાંબુક ને એવું ચોપડશે.

જુઓ, આ શિયાળો છે. મેં લખ્યું એમ જ બધું છે ને ?"


તમારા

ગિજુભાઈના આશીર્વાદ