એકતારો/તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તમે ગીતા પાઈ, પચી નહિ અમોને, એકતારો
તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને
ઝવેરચંદ મેઘાણી
થંભો જબાનો, કવિ-ગાન થંભો →હસતા હિમાદ્રિને
O

તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને
મનુષ્ય માપે તમ ભવ્ય રૂદ્રતાને
હસો નહિ રુદ્ર ! શબોની સીડી ઢાળી
અહીં મનુષ્યો તુજ શૃંગની અટારી
પરે વિમાનો ઊડવી, કરાલ તોપો
વછોડશે : ને ધ્રુજશે તમારી ખોપો.
હસો નહિ દેવ ! પછી રૂદન રહેશે.