એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/સોક્રેટિસની ઈશ્વર પ્રાર્થના
Appearance
એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ મોહનદાસ કરમચંદ ગાંધી |
સૉક્રેટિસની ઈશ્વરપ્રાથના.
પરમેશ્વર ! અમારું ખરેખરૂં કલ્યાણ શામાં છે ને
અકલ્યાણ શામાં છે, તે અમે સમજતા નથી. તું
સર્વજ્ઞ છે, તને તે સર્વ વિદિત છે, માટે જેમાં અમારું
કલ્યાણ સમાયેલું હોય, તે અમે તારી પાસે ન માગીએ
તો પણ તું અમને આપજે; અને જેમાં અમારૂં અકલ્યાણ
હોય, તે જો અમે તારી પાસે માગીએ તો પણ
અમને ન આપીશ.
[ આ ઐતિહાસીક વાત છે, એટલે કે બનેલો બનાવ છે, જેમ સોકરેટીસે અંત સુધી નીતિ જાળવી અને મ્હોતની ભેટ. આશક જેમ માશુકને મળે તેમ, કરી, તેવું નીતિબળ અમારા વાંચનારને અને અમને પણ પ્રાપ્ત થાય એવું અમે ( પ્રભુની ) ખુદાની પાસે માગીએ છીએ, ને વાંચકો પણ તેમ માંગે તેમ ઈચ્છીએ છીએ, સોકરેટીસનાં વચન અને તેની રહેણીનો વારંવાર વિચાર કરવા અમે બધાને સૂચવીએ છીએ. ]
મો. ક. ગાંધી અધિપતિ – ઈંડીઅન એાપીનીયન.