એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ
એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ ગાંધીજી ૧૯૪૨ |
સોક્રેટિસની ઈશ્વર પ્રાર્થના → |
એક
સત્યવીરની કથા
અથવા
સોકરેટીસને બચાવ.
લેખક : મોહનદાસ કરમચંદ ગાંધી.
ભગિની સમાજ જ્ઞાન મંદિર,
સેંડહર્સ્ટ રોડ, ગિરગામ,
મુંબઈ.
શ૨દ પુર્ણિમા, સંવત ૧૯૮૧.
તા. ૨ જી ઓક્ટોબર ૧૯૨પ.
પરમેશ્વર ! અમારું ખરેખરૂં કલ્યાણ શામાં છે ને
અકલ્યાણ શામાં છે, તે અમે સમજતા નથી. તું
સર્વજ્ઞ છે, તને તે સર્વ વિદિત છે, માટે જેમાં અમારું
કલ્યાણ સમાયેલું હોય, તે અમે તારી પાસે ન માગીએ
તો પણ તું અમને આપજે; અને જેમાં અમારૂં અકલ્યાણ
હોય, તે જો અમે તારી પાસે માગીએ તો પણ
અમને ન આપીશ.
[ આ ઐતિહાસીક વાત છે, એટલે કે બનેલો બનાવ છે, જેમ સોકરેટીસે અંત સુધી નીતિ જાળવી અને મ્હોતની ભેટ. આશક જેમ માશુકને મળે તેમ, કરી, તેવું નીતિબળ અમારા વાંચનારને અને અમને પણ પ્રાપ્ત થાય એવું અમે ( પ્રભુની ) ખુદાની પાસે માગીએ છીએ, ને વાંચકો પણ તેમ માંગે તેમ ઈચ્છીએ છીએ, સોકરેટીસનાં વચન અને તેની રહેણીનો વારંવાર વિચાર કરવા અમે બધાને સૂચવીએ છીએ. ]
ભગિની સમાજ કારોબારી મંડળ
સને ૧૯૨૫-૨૬
માનનીય સભાસદ – બ્હેન જાઈછ જહઆંગીર પીટીટ.
પ્રમુખ – સૌ. લેડી લક્ષ્મીબાઈ જગમોહનદાસ, જે. પી.
ઉપ-પ્રમુખ – સૌ. તારાબ્હેન માણેકલાલ પ્રેમચંદ જે. પી.
ખજાનચી - સૌ. બ્હેન જયશ્રી એન. રાયજી, બી. એ.
મંત્રી – રા. કરસનદાસ જ. બીતલીઆ
સહ -મંત્રી – સૌ. સુરજબ્હેન મણીલાલ.
- સૌ. બચુબ્હેન ધરમસી ઠક્કર.
સભાસદ – સૌ. બ્હેન શારદા મહેતા, બી. એ.
- સૌ. બ્હેન હંસા મહેતા, બી. એ.
- સૌ. બ્હેન જ્યોત્સના બી. મહેતા, બી. એ.
- સૌ. હીરાબ્હેન પ્રાગજી વ્યાસ.
- સૌ રતનબાઈ ક્રૂસંગજી પાવરી.
- રા. કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ, તંત્રી, સ્ત્રી બોધ.
ભગિની સમાજ નવમા વાર્ષિક સંમેલનનાં પ્રમુખ બ્હેન શ્રીમતિ સરોજીની નાયડુએ 'ભગિની સમાજ' ની વ્યાખ્યા સુંદર રીતે સમજાવી છે. તે બ્હેને કહ્યું:– “ભગિની સમાજ એટલે બ્હેનોનો સમાજ. બ્હેનો કોની ? ભારત દેશની. આમ-પ્રજાની, ગરીબ-ગુરબાંની, અનાથ અબળાએાની, દુઃખીની, દર્દીની, દિલનાં દાઝેલાંની. ” * * * “ આ આપણે સૌએ સમજવું જોઈએ.”
દરેક દરેક બ્હેને પ્રતિજ્ઞા કરવી જોઈએ કે “મારામાં જે કાંઈ શક્તિ છે, જે કાંઈ બુદ્ધિ છે, જે કાંઈ સાધન છે તે સર્વ હું દેશ કાર્યમાં ખર્ચીશ." ગોખલેજી કહેતા હતા કે – “જયાં સુધી એકે એક પ્રાંત અને શહેરમાં એવી સ્ત્રીઓ થાય કે જેમના સહચારથી જાહેર હીલચાલ પવિત્ર બનશે નહિં ત્યાં સુધી દેશેાદ્ધાર થશે નહી !"
“જ્યારે હિંદની સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય અદા કરશે ત્યારેજ હિંદને મોક્ષ મળશે.”
સમાજના કામને સંગીન બનાવવાનો અને શોભાવવાનો આધાર તેનાં દરેક સભાસદ ઉપર રહે છે. દરેક વ્યક્તિ જો પાતાની ફ૨જ નીયમીત બજાવે, પોતાના તરફનો હિસ્સો નિયમસ૨ અાપ્યે જાય - તો કામ અચુક સુન્દર થાય.
શુદ્ધ અને સાત્વીક ભાવે સમાજને આ૫ની સહાયતા આ૫શો; આપવી ચાલુ રાખશો, એવી ઉમેદ છે. શાંત મુંગા સંગીન કામને નિરંતર નિભાવી રાખવા સજ્જનાની સહાયતાની અપેક્ષા કેમ ન રહે ?
ભગિની સમાજ જ્ઞાન મંદિર, સેંડહર્સ્ટ રોડ, મુંબઈ ૪. |
} | મંત્રીઓ. |
અથવા
સોકરેટીસનો બચાવ
સોક્રેટિસની ઈશ્વર પ્રાર્થના | - |
ઉમેદ | - |
પ્રસ્તાવના | ૧ |
એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ | ૪ |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |