એ ચરણના રે ભોગી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
એ ચરણના રે ભોગી
પ્રેમાનંદ સ્વામીએ ચરણના રે ભોગી, શિવ સનકાદિક શુક જેવા જોગી;
મનમાં વિચારે રે પ્રીતે, તેણે કરી કામાદિક રિપુ જીતે

ધ્યામનાં નખમણિ રે દેખે, ઝીણી આંગળિયુંની રેખે;
જોઈ ચિહ્ન જમણે રે અંગૂઠે, બીજે નવ રાચે ભામે જૂઠે

ઋષિગણ પૂજે રે આનંદે, ભવ બ્રહ્માદિક નિત્ય ઊઠી વંદે;
શેષ સંભારે રે મનમાં, પૂજે ગોવાળ વૃંદાવનમાં

કુચ ને કુમકુમ રે સમારી, ઉર પર રાખે વ્રજની નારી;
ઉપનિષદનો રે સાર, પ્રેમસખી કરી રાખે ઉર હાર