ઓઝો ઓઝો રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઓઝો ઓઝો રે ઓઝી તણો
ઓઝો વહુનો વીરો રે, ઓઝો લાવે ઘી તાવણી

લાપસી તે રાંધશું ફરતે ચાટવે
જમશે અમરતવહુનો વીરો રે, ઓઝો લાવે ઘી તાવણી

કાંઠા કોરું રે કરડી ગયો
બોઘેણ્યું મેલ્યું મૈયરની વાટ રે, ઓઝો લાવે ઘી તાવણી

ચાક વધામણી