ઓધા નહીં રે આવું
Jump to navigation
Jump to search
કામ છે, કામ છે, કામ છે, રે
ઓધા નહીં રે આવું મારે કામ છે.
શામળિયા ભીને વાન છે રે,
ઓધા નહીં રે આવું મારે કામ છે.
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે ... ઓધા નહીં રે આવું.
સોનું રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે ... ઓધા નહીં રે આવું.
આગલી પરસાળે મારો સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદરશ્યામ છે રે ... ઓધા નહીં રે આવું.
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળમાં મારો વિશ્રામ છે રે ... ઓધા નહીં રે આવું.