ઓરા આવોને ધર્મકુમાર રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ઓરા આવોને ધર્મકુમાર રે
પ્રેમાનંદ સ્વામીસાખી
શ્રી સહજાનંદ કૃષ્ણ હરિ, (અને) હરિકૃષ્ણ ઘનશ્યામ;
નારાયણમુનિ ધર્મસુત, નીલકંઠ જેહી નામ.
સ્વામિનારાયણ પ્રગટ પ્રભુ, હરિકૃષ્ણ ઘનશ્યામ;
સો સમ હૃદયમેં બસત હું નિત્ય મંગલ કરન અનૂપ.


ઓરા આવોને ધર્મકુમાર રે,
રાખું મારા નેણામાં,
તમે છો મારા પ્રાણ આધાર રે,
રાખું મારા નેણામાં... ટેક

જોવું રસિક સહજાનંદરૂપ રે,
છે પાવન પરમ અનૂપ રે... ૧

તમે પ્રગટ્યા અમારે કાજ રે,
દીનબંધુ છો ગરીબનિવાજ રે... ૨

હરિકૃષ્ણ હરિ ઘનશ્યામ રે,
નીલકંઠ નારાયન નામ રે... ૩

પુરુષોત્તમ પૂરણકામ રે,
પ્રેમાનંદના છો સુખધામ રે... ૪