કંકાવટી/મંડળ ૨/૧. જાઈ રૂડી
Appearance
< કંકાવટી
← ૧૮. ધરો આઠમ | કંકાવટી ૧. જાઈ રૂડી ઝવેરચંદ મેઘાણી |
૨. બીજ માવડી → |
જાઈ રૂડી
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી ? કેવી વહાલી હતી ? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં ? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :
જાઈ રૂડી રે જાઈ રૂડી !
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌ ગમે
આંગણે રમે આઈ[૧]ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે ?
- ↑ આઈ-મા