કરણી પાર-ઉતરણી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
કરણી પાર-ઉતરણી મનવા! કરણી પાર-ઉતરણી.
કરણી મોક્ષમંદિરને મળવા, પુલ, નાવ, નિસરણી;
- મનવા!૦
- મનવા!૦
મુક્તિમહેલ! સમુદ્ર-ઉદરમાં ઊંચીબહુ જ ઉભરણી,
- મનવા!૦
- મનવા!૦
જળ તોફાની, વાવાઝોડાં, શું કહું ગતિ સાગરની.
- મનવા!૦
- મનવા!૦
પુલ પતંગ પાઅંખોથી નાજુક, ફિકર અધિક સફરની.
- મનવા!૦
- મનવા!૦
ગજ મોજાં ને ગાજવીજ જ્યાં, ગજ શી રહે દાદરની?
- મનવા!૦
- મનવા!૦
રાત અંધારી, તો પણ અહીંતહીં, ચટક પડે ચાંદરણી.
- મનવા!૦
- મનવા!૦
શો દારૂણ દેખાવ! હોય! ઘાતી ફાટે પથ્થરની.
- મનવા!૦
- મનવા!૦
વિષભર્યા દવ સાગર વચ્ચે, શી શક્તિ મચ્છરની?
- મનવા!૦
- મનવા!૦
ક્ષણભંગુર સાગર મધ્યે આક્ષણ તારી આખરની.
- મનવા!૦
- મનવા!૦
સમજ માનવી!જિંદ્દગી એવી શુદ્ધ ઉદ્દેશ વગરની.
- મનવા!૦
- મનવા!૦
કેમ તરેભવસાગર, ભોળા! મૂક્યા પછી આ ધરણી?
- મનવા!૦
- મનવા!૦
માગી લે ઈશ્વરમાયા ઝટા, સતત તે અમૃતઝરણી.
- મનવા!૦
- મનવા!૦
શુદ્ધ ઉદ્દેશ ને શ્રદ્ધા નહીં ત્યાં સ્થિતી શી નારીનરની?
- મનવા!૦
- મનવા!૦
કરણીની બલિહારી અહીં એ નિજ અનુભવથી વરણી.
- મનવા!૦
- મનવા!૦