કલંગી થારી કા'ન રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કલંગી થારી કા'ન રે
દેવાનંદ સ્વામીકલંગી થારી કા'ન રે, દેખી ગુલતાન રે °ટેક

કા'ન કલંગી થારી કામણગારી,
પરવશ કર લીએ પ્રાન રે ° ૧

બરનત શારદ શેષ લજાવત,
ધરત હૈ મહામુનિ ધ્યાન રે ° ૨

પાઘ બની શિર પેચ ખસીલે,
ડોલરિયા દિલ જાન રે ° ૩

દેવાનંદ કહે બસી મોરે દિલમેં,
માનું પ્રગટ ભયો ભાન રે ° ૪