લખાણ પર જાઓ

કહી કહી થાકે ગુરુ

વિકિસ્રોતમાંથી
આબુનું વર્ણન
દલપતરામ
છંદ = મનહર



કહી કહી થાકે ગુરુ


કહી કહી થાકે ગુરુ કહેવું ન કાને ધરે,
કોણ કરે બોધ ? શિષ્ય હોય ન કહ્યાગરો;

ભરી ભરી રાખીએ ને જરી જરી જાય જળ,
કોણ ભરે પાણી એવી કાણી જાણી ગાગરો;

ખોદી ખોદી ખાતર નાંખીને ખૂબ ખેડે તોય,
અન્ન ન ઉછેરી આપે લવણના આગરો;

દાખે દલપતરામ ઠાલી માથાકૂટ કરી,
કોણ કરે એવો ઊંઘ વેઠીને ઉજાગરો.