વ્યાકરણ/છંદ/મનહર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

છંદ : મનહર

બંધારણ :

  • પહેલી પંક્તિમાં ૧૬ અક્ષર.
  • બીજી પંક્તિમાં ૧૫ અક્ષર; છેલ્લો અક્ષર ગુરુ.

યતિ :

  • પહેલી પંક્તિમાં ૮ અને ૧૬ મે અક્ષરે.
  • બીજી પંક્તિમાં ૮ અને૧૫ મે અક્ષરે.

ઉદાહરણ :

સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ; (૧૬ અક્ષર)
અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે. (૧૫ અક્ષર)

ગાવાની ઢબ[ફેરફાર કરો]

આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.

ઉપર ગવાતી કડીના અક્ષરો:

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
"અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે."
- અન્યોક્તિ ( દલપતરામ)

છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા