કાનુડે વનમાં લૂંટી, સખી !
Appearance
અખંડ વરને વરી મીરાંબાઈ |
કાનુડે વનમાં લૂંટી, સખી !
કાનુડે વનમાં લૂંટી સખી !
મુને કાનુડે વનમાં લૂંટી.
હાથ ઝાલી મારી બાહ્ય મરોડી,
મોતીની માળા તૂટી.
આગળથી મારો પાલવડો સાહ્યો,
મહીની મટૂકી ઝૂંટી.
પાછળ પડે તેનો કેડો ન મૂકે,
નાસી શક્યાં નહીં છૂટી.
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કહીએ તો લોક કહે જૂઠી.