કિલ્લોલ/અમારી પીપર /પીપર કાપી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પીપર લીલી કિલ્લોલ
પીપર કાપી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
પીપર સૂકી →૨. પીપર કાપી

હાં રે પીપર કાપી
હાં હાં રે પીપર કાપી
કોઇ દયા વિહોણો પાપી રે
પીપર કાપી !

હાં રે પીપર કાપી
હાં હાં રે પીપર કાપી
જાણે અબળાને સંતાપી રે
પીપર કાપી !

હાં રે પીપર કાપી
હાં હાં રે પીપર કાપી
એમ કકળ્યા મોર કલાપી રે
પીપર કાપી !