કિલ્લોલ/અમારી પીપર /પીપર લીલી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  લાલપ ક્યાંથી! કિલ્લોલ
પીપર લીલી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
પીપર કાપી →


અમારી પીપર


૧. પીપર લીલી

હાં રે પીપર લીલી
હાં હાં રે પીપર લીલી,
મારા વીરને આંગણ ખીલી રે
પીપર લીલી !

હાં રે પીપર લીલી
હાં હાં રે પીપર લીલી
એની ઘેરી ઘટા ઢળેલી રે
પીપર લીલી !

હાં રે પીપર લીલી
હાં હાં રે પીપર લીલી,
જાણે વ્રજ વનિતા અલબેલી રે
પીપર લીલી !

હાં રે પીપર લીલી
હાં હાં રે પીપર લીલી,
જાણે રાધા નાર રસીલી રે
પીપર લીલી !

હાં રે પીપર ઢળતી
હાં હાં રે પીપર ઢળતી
દસ ડાળ રૂપાળી લળતી રે
પીપર લીલી !

હાં રે પીપર ઢળતી
હાં હાં રે પીપર ઢળતી,
મુને બથમાં ઘાલી મળતી રે
પીપર લીલી !