કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઈશાનદેવી
← ઇસિદાસી (ઋષિદાસી) | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો ઈશાનદેવી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
સુમેધા → |



८४–इशानदेवी




એ કાશ્મીરના રાજા અલીકની રાણી હતી. રાજતરંગિણી અનુસાર કલિને ૧૭૯૬ વર્ષ થયાં. એ સમયમાં અલીક રાજા હતો. એ ઘણો યશસ્વી અને દિવ્ય પ્રભાવવાળો રાજા હતો. કાશ્મીર દેશની સુવ્યવસ્થા એણેજ કરી તથા એના સુશાસનને લીધે દેશની આવક તથા મહત્તા વધી. પોતાના પરાક્રમ અને પ્રભાવથી ઉપાર્જન કરેલી સંપત્તિથી તેણે કેટલાએ અગ્રહાર બંધાવ્યા હતા. તેની રાણી ઈશાનદેવી પણ ધર્મપરાયણા હતી. એણે દરવાજા અને હસ્તિશાલાઓની સમીપ ઉગ્ર પ્રભાવવાળા કેટલાએક ચક્ર બનાવ્યા.