કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/દંતિકા

વિકિસ્રોતમાંથી
← ઉત્તમા (બીજી) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
દંતિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શુક્કા (શુક્લા) →


४७–दंतिका

શ્રાવસ્તીના રાજપુરોહિતની કન્યા હતી. મહાપ્રજાપતિ ગૌતમીએ તેને દીક્ષા આપી હતી. એક દિવસ તે પોતાના મઠની બહાર ઊભી હતી, એવામાં એણે એક હાથીને નદીમાં સ્નાન કરીને પાછો ફરતો જોયો. તેના મહાવતે તેને પગ નીચો વાળવાનો હુકમ આપ્યો, એટલે હાથીએ તે પ્રમાણે કર્યું અને મહાવત તેના ઉપર પગ મૂકીને હાથીની ગરદન ઉપર ચડી બેઠો.

વનપશુને આવી રીતે કેળવાયલો તથા પોતાના સ્વામીની આજ્ઞા માનતો જોઇને દંતિકાને અંતર્જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે ઘોર અરણ્યમાં એકાંત સ્થળમાં જઈને આત્મચિંંત્વન કર્યું અને બૌદ્ધધર્મની દીક્ષા લઇને આત્માનો ઉદ્ધાર કર્યો. તેણે પોતાનું આ જીવનચરિત્ર ગાથામાં સુંદર રીતે વર્ણવ્યું છે.

હાથણીને દંતિકા કહે છે. હાથીને જોઇને એને જ્ઞાન ઉપન્ન થયું, એટલા માટે એ દંતિકા નામથી ઓળખાઈ છે.