કીજીએ ધ્યાન શ્રીધર્મના કુંવરનું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કીજીએ ધ્યાન શ્રીધર્મના કુંવરનું
પ્રેમાનંદ સ્વામીકીજીએ ધ્યાન શ્રીધર્મના કુંવરનું, સર્વ પહેલાં ઊઠી પ્રાતકાળે;
નીરખીએ રૂપ નખશિખ મહારાજનું, વાસના અશુભ તત્કાળ ટાળે... ૧

સંત હરિભક્ત સૌ ઊંઘ આળસ તજી, ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી;
નીરખીએ નખમણિ સીમા શોભાતણી, દુર્લભ દેવને એમ જાણી... ૨

જમણા તે ચરણના અંગુઠા ઉપરે, નખમાંહી ચિહ્ન તે જોઈ રે'વું;
ચિહ્ન પર રક્ત રેખા અતિ શોભતી, મન તેમાં લઈ પ્રોઈ દેવું... ૩

અંગૂઠા આંગળિયું ઉપરે કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીનાં;
અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, પ્રેમાનંદની જોયેલ આંખડીનાં... ૪