કૃષ્ણ કરો યજમાન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

કૃષ્ણ કરો યજમાન.
અબ તુમ, કૃષ્ણ કરો યજમાન.

જાકી કીરત વેદ બખાતન,
સાખી દેત પુરાતન. ... અબ તુમ.

મોર, મુકુટ, પીતાંબર સોહત,
કુંડળ ઝળકત કાન. ... અબ તુમ.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
દો દર્શન કો દાન. ... અબ તુમ.