કેમ ભૂલું નાથ મારા સ્વરૂપ

વિકિસ્રોતમાંથી
કેમ ભૂલું નાથ મારા સ્વરૂપ
પ્રેમાનંદ સ્વામી



કેમ ભૂલું નાથ મારા સ્વરૂપ


કેમ ભૂલું નાથ મારા, સ્વરૂપ જે મુજને મળ્યું;
સર્વોપરી જાણ્યા હરિ મેં, કાર્ય મારું તો સર્યું... ૧

રખડતો ભવબંધનમાં આવી અચાનક ભેટિયાં;
સંકલ્પ મારા સિદ્ધ કીધા, કેમ કરી જાણે કળું... ૨

ગણતીમાં આવ્યા હવે, હું દાસ જાણી ઉગારજો;
માફ કરજો વાંક મારો, તવ ચરણથી નવ ચળું... ૩

લઈ ધામ અક્ષર આવિયા, હરિ સંત તે મુજને મળ્યા;
ભાળું સ્વરૂપ પ્રગટ જેથી, દુઃખ મારાં સર્વે ટળ્યાં... ૪

ઇચ્છું સેવા નિજ ચરણની, ધામ અક્ષરમાં રહી;
હરિ અમને આપજો એ, સંત સમાગમમાં ભળું... ૫