કોણ ભરે કોણ ભરે પાણી જમુનાનાં
Appearance
કોણ ભરે કોણ ભરે પાણી જમુનાનાં મીરાંબાઈ |
કોણ ભરે કોણ ભરે પાણી જમુનાનાં
કોણ ભરે કોણ ભરે પાણી જમુનાનાં,
કોણ ભરે કોણ ભરે પાણી ?
ઘર મારું દૂર, ગાગર શિર ભારી,
ખોટી થાઉં તો નણદી ઘેર વઢે. જમનાના૦
શિર પર કળશ કળશ પર ઝારી,
ઝારી પે બેઠી ઝારી મોજ કરે. જમનાના૦
આણી તીરે ગંગા, પેલી તીરે જમના,
વચમાં કાનુડો રંગ રાસ રમે. જમનાના૦
સાવ રે સોનાનો મારો ઘાટ ઘડૂલો,
ઉઢાણી તો રત્ન કનક જડે. જમનાના૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણ કમળ ચિત ધ્યાન કરે. જમનાના૦