ગમિયો રે મારે મન ગિરધારી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ગમિયો રે મારે મન ગિરધારી
પ્રેમાનંદ સ્વામીગમિયો રે મારે મન ગિરધારી,
મારે મન ગિરધારી, મારે મન ગિરધારી...

નટવર નાગર સુખનો સાગર,
હરિવર હૈડાનો હાર હજારી
... મારે મન ૧

કોટી કામ વારું છબી પર,
રંગ રસિયો ઘનશ્યામ વિહારી
... મારે મન ૨

સુખ સંપત શામળિયો મારે,
એને ભજું બિજું સર્વ વિસારી
... મારે મન ૩

પ્રેમાનંદનો નાથ મનોહર,
ધર્મકુંવર સુંદર સુખકારી
... મારે મન ૪