ગાંધીજીનો અક્ષર દેહ - ૧/આધારરૂપ સાહિત્ય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હિંદીઓનો મેળાવડો ગાંધીજીનો અક્ષરદેહ
આધારરૂપ સાહિત્ય
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
તારીખવાર વૃત્તાંત →


આધારરૂપ સાહિત્ય

કોલોનિયલ ઑફિસ રેકર્ડ્‌ઝ : લંડનની સંસ્થાન કચેરીની લાઇબ્રેરીમાં રાખવામાં આવેલા આ કાગળોમાં આટલાંનો સમાવેશ થાય છે : બ્રિટિશ સંસ્થાન મંત્રીને દક્ષિણ આફ્રિકાના સંસ્થાન સચિવ, નાતાલના ગવર્નર તથા કેપ ટાઉનમાંના બ્રિટિશ હાઈ કમિશનરે મોકલેલા ખરીતાઓ; નાતાલની ધારાસભાઓનું મતદાન અને કાર્યવાહી, તેમને કરાયેલી અરજીઓ, તેમના આદેશથી પ્રગટ થયેલા પત્રવ્યવહારની ફાઈલો; અને દક્ષિણ આફ્રિકા અને લંડનમાં બહાર પાડવામાં આવેલા દક્ષિણ આફ્રિકાના મામલા બાબતના દસ્તાવેજો અને સરકારી હેવાલો (બ્લયુ બુકસ)

દાદાભાઈ નવરોજી : धि ग्रान्ड ओल्ड मॅन ऑफ इंडिया લેખક શ્રી આર. પી. મસાણી; એલન એન્ડ અનવીન, લંડન; ૧૯૩૯.

ગાંધી સ્મારક સંગ્રહાલય, નવી દિલ્હી : ગાંધી સાહિત્યનું પુસ્તકાલય તથા કેન્દ્રીય મ્યુઝિયમ તથા ફોટોગ્રાફ, માઈક્રોફિલ્મ તેમ જ પત્રો તથા બીજા દસ્તાવેજોની મૂળ નકલોનો સંગ્રહ. આ સંસ્થાનું સંચાલન ગાંધી સ્મારકનિધિ કરે છે.

काठियावाड टाइम्स: રાજકોટથી પ્રગટ થતું ઍંગ્લો-ગુજરાતી અઠવાડિક પત્ર.

महात्मा : लाईफ ऑफ मोहनदास करमचंद गांधी : લેખક ડી. જી. તેંદુલકર, મુંબઈ, ઝવેરી ઍન્ડ તેંદુલકર, ૧૯૫૧-૪ આઠ ભાગોમાં.

धि नाताल एडवर्टाइझर: ડરબનથી પ્રગટ થતું દૈનિક છાપું.

धि नाताल मर्क्युरी: (૧૮પર–) ડરબનનું દૈનિક છાપું

धि नाताल विटनेस : (૧૮૪૬ –) : પિટરમેરિત્સબર્ગનું 'સ્વતંત્ર દૈનિક છાપું.

સાબરમતી સંગ્રહાલય, અમદાવાદ : એનો નિભાવ અને સંચાલન સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ તરફથી થાય છે. એમાં આટલી વસ્તુઓ રખાઈ છે : ગાંધીજીએ લખેલાં અને એમને વિષેનાં પુસ્તકો, ૧૮૯૩થી ૧૯૦૧ના ગાળાનાં દક્ષિણ આફ્રિકાનાં ડઝન ઉપરાંત છાપાંઓનાં કટિંગોની ફાઈલ સરકારી હેવાલો (બ્લયુ બુકસ), અને ૧૮૯૩ થી ૧૯૩૩ના ગાળાના ગાંધીજીના કાગળ પત્રો, જેમાં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ સંબંધીના કેટલાક કાગળોનો સમાવેશ થાય છે.

श्रीमद राजचंद्र: સંચાલક અને પ્રકાશક મનસુખલાલ આર. મહેતા, ૧૯૧૪; ગુજરાતી ભાષામાં રાજચંદ્રનાં લખાણોનો સંગ્રહ.

सत्यना प्रयोगो अथवा आत्मकथा : ગુજરાતી; લેખક મહાત્મા ગાંધી, નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ, ઑગસ્ટ ૧૯૫૨; મહાત્મા ગાંધીજીની આત્મકથા જે પહેલવહેલી એમના ગુજરાતી પત્ર नवजीवन માં ક્રમશ: પ્રગટ થઈ હતી.

धि ताइम्स ऑफ नाताल : (૧૮૫૧-૧૯૨૭) પિટરમેરિત્સબર્ગનું દૈનિક છાપું.

धि वेजिटेरियन : (૧૮૮૮- ): પહેલવહેલું એનું પ્રકાશન એક સ્વતંત્ર પત્ર તરીકે થયું હતું; પરંતુ પાછળથી એ લંડનના શાકાહારી મંડળ (વેજિટેરિયન સોસાયટી)નું અઠવાડિક મુખ- પત્ર બની ગયું હતું.

धि वेजिटेरियन मेसेन्जर: માનચેસ્ટરની વેજિટેરિયન સોસાયટીનું મુખપત્ર.