લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ઇન્ડિયન કૉંગ્રેસ(धि नाताल एडवर्टाइसरને પત્ર)-૩

વિકિસ્રોતમાંથી
←  ઇન્ડિયન કૉંગ્રેસ(धि नाताल एडवर्टाइसरને પત્ર)-૨ ગાંધીજીનો અક્ષરદેહ
ઇન્ડિયન કૉંગ્રેસ (धि नाताल एडवर्टाइसरને પત્ર)-૩
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સભામાં ભાષણ →


૬૨. ઈન્ડિયન કૅાંગ્રેસ

["એચે" धि नाताल मर्क्युरीने ૧૮૯૫ના સપ્ટેમ્બરની ૨૮મી તારીખે ફરીથી લખીને જણાવ્યું કે કૉંગ્રેસ સંસ્થાનું સંગઠન ગુપ્ત રીતે એક સરકારી કર્મચારી કરી રહ્યા છે, અને ગાંધીજીને એમના મંત્રી તરીકેના કામ માટે દર વર્ષે ૩૦૦ પાઉન્ડ આપવામાં આવે છે. આનો ગાંધીજીએ આ પ્રમાણે જવાબ આપ્યો :]

ડરબન,

સપ્ટેમ્બર ૩૦, ૧૮૯૫

તંત્રીશ્રી,

धि नाताल मर्क्युरी

સાહેબ,

આપના શનિવારના અંકમાં પ્રગટ થયેલા "એચ"ના પત્રની બાબત જો માત્ર મારા સંબંધમાં જ હોત તો મેં તેના તરફ ધ્યાન આપ્યું ન હોત, પણ એમનો પત્ર સરકારી કર્મચારીઓ ઉપર અસર કરનારો હોઈને આપના સૌજન્યનો લાભ ઉઠાવવાની મને ફરજ પડે છે, હું કૉંગ્રેસનો પગારદાર મંત્રી નથી. ઊલટો બીજા સભ્યોની માફક હું પણ એના ફાળામાં મારો નમ્ર હિસ્સો આપું છું. કૉંગ્રેસ તરફથી મને કોઈ પણ માણસ કશું પણ આપતો નથી. કેટલાક હિંદીઓ મને મારી કાયદાની સલાહ માટે વાર્ષિક રકમ આપે છે ખરા. એ રકમ મને સીધી અપાય છે. કૉંગ્રેસ પાસે છુપાવવા જેવું કશું નથી. માત્ર તે પોતે થઈને પોતાની જાહેરાત કરતી નથી. એને વિષેની જાહેર કે ખાનગી રાહેની કોઈ પણ પૂછપરછનો શકય એટલી ઝડપથી જવાબ આપવામાં આવે છે. આ સાથે હું કૉંગ્રેસ અંગેના કેટલાક કાગળો મોકલું છું જે એના કાર્ય વિષે થોડી માહિતી આપશે.

હું છું, વગેરે

મો. ક. ગાંધી

માનદ મંત્રી, ના. ઇ. કૉં.

[ મૂળ અંગ્રેજી ]

धि नाताल मर्क्युरी, ૪-૧૦-૧૮૯૫