ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સભામાં ભાષણ

વિકિસ્રોતમાંથી
←  ઇન્ડિયન કૉંગ્રેસ (धि नाताल एडवर्टाइसरને પત્ર)-૩ ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સભામાં ભાષણ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદીઓનો પ્રશ્ન (धि नाताल एडवर्टाइसरને પત્ર) →


૬૩. નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સભામાં ભાષણ

[ રવિવાર તા. ૧લી ઓકટોબર, ૧૮૯૫ના રોજ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની રાહબરી નીચે ગાંધીજીએ ડરબનમાં રૂસ્તમજીના મકાનમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલી સંખ્યાની હિંદીઓની મેદની સમક્ષ ભાષણ આપ્યું.]

શ્રી ગાંધીએ સભા આગળ ઘણું જ લંબાણથી ભાષણ કર્યું. એમણે કહ્યું કે હવે નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસના અસ્તિત્વની વાત પૂરેપૂરી જાહેર થઈ ગઈ છે એટલે તમારે તમારાં લવાજમો ભરવામાં નિયમિત બનવાનું જરૂરી છે. આપણી પાસે આજે ૭૦૦ પાઉન્ડ હાથ પર છે અને તે ગઈ વખતે હું તમને મળ્યો એના કરતાં ૧૦૦ પાઉન્ડ જેટલા વધારે છે. આપણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે પૂરા ૪૦૦૦ પાઉન્ડ જોઈએ છે. એટલે મારું કહેવું એ છે કે દરેક જણે અમુક વખતમાં અમુક ફાળો ભરવાનું વચન લખીને આપવું જોઈએ. દરેક વેપારી જે ૧૦૦ પાઉન્ડનો માલ વેચે તેણે ૫ શિલિગ કૉંગ્રેસને આપવાનો પ્રયાસ કરવો જોઈએ.

શ્રી ગાંધીએ આગળ કહ્યું કે, આજ સુધીમાં આપણને ઇંગ્લંડમાં વિજય મળ્યો છે. પણ આપણે હવે હિંદમાંથી જે સારાં પરિણામો આવવાનાં છે તેની રાહ જોઈએ છીએ. એ ઘણું સંભવિત છે કે હું તમને છોડીને જાન્યુઆરીમાં હિંદુસ્તાન જઈશ, અને ત્યાં સંખ્યાબંધ સારા હિંદી બૅરિસ્ટરોને નાતાલ આવવાને સમજાવીશ.

धि नाताल एडवर्टाइझर, ૨-૧૦-૧૮૯૫