ગાંધીજીનો અક્ષર દેહ - ૧/વેચાણ માટે પુસ્તકો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન ગાંધીજીનો અક્ષરદેહ
વેચાણ માટે પુસ્તકો
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ખુલ્લો પત્ર →


૪૧. વેચાણ માટે પુસ્તકો
ડરબન, નાતાલ

મરહૂમ મિસિસ ઍના કિંગ્સફર્ડ અને મિ. એડવર્ડ મેઈટલૅન્ડનાં લખેલાં નીચે બતાવેલાં પુસ્તકો જાહેરાતમાં જણાવેલી કિંમતે વેચાણ માટે મૂકવામાં આવ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં તે પહેલવહેલાં આણવામાં આવ્યાં છે.

धि परफेक्ट वे (પૂર્ણ માર્ગ) ૭/૬
क्लोवूड विथ धि सन (સૂર્ય વડે વિભૂષિત) ૭/૬
धि स्टोरी ऑफ धि न्यू गॉस्पेल ऑफ इन्टरप्रिटेशन (સમજૂતીની નવી સુવાર્તાની કથા) ૨/૬
धि न्यू गॉस्पेल ऑफ इन्टरप्रिटेशन (સમજૂતીની નવી સુવાર્તા) ૧/-
धि बाइबल्स ओन एकाउन्ट ऑफ इटसेल्फ (બાઈબલનું પોતાનું બયાન) ૧/-

આ પુસ્તકો વિષેના કેટલાક અભિપ્રાય નીચે મુજબ છે :

धि परफेक्ट वे જે પ્રકાશનો મૂળ ઝરો છે તે અર્થ કરી આપે છે અને અનેક વિસંવાદી ભાસતી વાતો વચ્ચે મેળ બેસાડી આપે છે. દિવ્ય વસ્તુઓના અભ્યાસને વરેલો કોઈ પણ જિજ્ઞાસુ તેના વગર ચલાવી નહીં શકે.”

-लाइट, લંડન

“આ સૈકાનાં અંગ્રેજી પુસ્તકોમાં ઈશ્વરકૃપાના સાધન તરીકે આનો જોટો નથી.”

– ऑकल्ट वर्ल्ड

આ વિષયને લગતાં બીજાં કેટલાંક ચોપાનિયાં મારી ઑફિસેથી વગર મૂલ્ય મળી શકશે.

મો. ક. ગાંધી

ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયનના તેમ જ

ધિ લંડન વેજિટેરિયન સોસાયટીના એજંટ

[મૂળ અંગ્રેજી]
धि नाताल मर्क्युरी, ૨૮-૧૧-૧૮૯૪