લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/વેચાણ માટે પુસ્તકો-૨

વિકિસ્રોતમાંથી
← દાદાભાઈ નવરોજીને પત્ર-૪ ગાંધીજીનો અક્ષરદેહ
વેચાણ માટે પુસ્તકો-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
મુસ્લિમ કાનૂન →


૪૬. વેચાણ માટે પુસ્તકો

મરહૂમ ડૉ. ઍના કિંગ્સફર્ડ અને મિ. એડવર્ડ મેઈટલૅન્ડનાં રચેલાં નીચે બતાવવામાં આવેલાં પુસ્તકો જે દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર આણવામાં આવ્યાં છે તે જાહેર કરવામાં આવેલી કિંમતે વેચવા માટે પ્રજા આગળ રાખવામાં આવે છે :

धि परफेक्ट वे(પૂર્ણ માર્ગ) ૭/૬

क्लॉध्‍‌ड विथ सन(સૂર્ય વડે વિભૂષિત) ૭/૬

धि स्टोरी ऑफ धि न्यू गॉस्पेल ऑफ इन्टरप्रिटेशन(સમજૂતીની નવી સુવાર્તાની કથા) ૩/૬

बाइबल्स ऑन एकाउन्ट ऑफ इटसेल्फ (બાઇબલનું પોતાનું બયાન) ૧/-

धि न्यू गॉस्पेल ऑफ इन्टरप्रिटेशन(સમજૂતીની નવી સુવાર્તા) ૧/-

“ખુદ ઈશ્વરનાં અથવા તેના વડા ફિરસ્તાનાં વચનો સાંભળતા હોઈએ તેવું આ છે. સાહિત્યમાં આના જોટાનું બીજું મેં જાણ્યું નથી (धि परफेक्ट वे – પૂર્ણ માર્ગ).”– મરહૂમ સર એફ.એચ. ડોઈલ.

धि परफेक्ट वे(પૂર્ણ માર્ગ)ને અમે જ્ઞાનના પ્રકાશ વડે સૌથી વધારે પ્રકાશિત અને ઓગણીસમા સૈકામાં પ્રસિદ્ધ થયેલું વધારેમાં વધારે ઉપયોગી પુસ્તક લેખીએ છીએ.”

- ग्नोस्टिक(યુ. સ્ટે. ઑફ અ.)

 

મો. ક. ગાંધી

 

ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન અને

 

ધિ લંડન વેજિટેરિયન સોસાયટીના એજન્ટ

  [મૂળ અંગ્રેજી]

  धि नाताल एडवर्टाइझर, ૨–૨–૧૮૯૫