ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/રણછોડજી દીવાન
Appearance
← નિષ્કુળાનંદ | ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ રણછોડજી દીવાન દલપતરામ |
મુક્તાનંદ → |
રણછોડજી દીવાન
એ કવિ જુનાગઢના નવાબનો દિવાન. જાતે વડનગરો નાગર સંવત ૧૮૭૮માં હયાત હતો. તેણે ચંડીપાઠના ઊપર સારા છંદ બાંધેલા છે. તથા ઉરદુભાષામાં પણ તેણે ગ્રંથ રચેલા છે. અને રેખતા, ઠુમરી વગેરે ગાવાની કવિતા પણ તેણે રચેલી છે. એ કવિ પોતાના શ્રીમંતપણા કરતાં, અને દિવાનગિરી કરતાં પણ કવિતાની આબરૂ ઉત્કૃષ્ટ માનતો હતો, એવું અફવાઈથી સાંભળ્યું છે. તે દેવીનો ઉપાસક હોય એવું તેની કવિતા ઊપરથી જણાય છે. કવિતા જોતાં તો તે ત્રીજા વર્ગના કવિયોમાં ગણવા લાયક છે. પણ બીજી હરેક વાતમાં તેની બુદ્ધિ ચંચળ ઘણી હતી એવું કહેવાય છે. શ્રીમંત અને અમલદારપણા સાથે કવિપણું હતું તે ઘણું શોભતું હતું. શ્રીમંતમાં થોડો સદ્ગુણ હોય તે ઝાઝા દેખાય છે, કેટલાએક લોકો કહે છે કે તેણે ઘણી કવિતા રચેલી છે. પણ વિગતવાર અમને ખબર નથી તેથી આ ઠેકાણે લખી શકતા નથી.