ઘનશ્યામ સાજન સુખકારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઘનશ્યામ સાજન સુખકારી
દેવાનંદ સ્વામી


ઘનશ્યામ સાજન સુખકારી... ○ટેક

સુખકે સાગર નટવર નાગર, વા’લમ જીવન વારી,
અધમ ઉદ્ધારન રીત્ય અનાદિ, ભવ દુઃખ ભંજન ભારી... ઘનશ્યામ○ ૧

સબ અવતારન કે અવતારી, દુર્લભ દેવ મોરારી,
નયન સુફલ કર દેત નિરંતર, જેહી નિરખત નરનારી... ઘનશ્યામ○ ૨

કલિમલ કૃષ્ણ કૃપા કરી કેશવ, વિકટ વાસના ટારી,
દેવાનંદ કે નાથ નિગમકૃત, ધર્મ ટેક દૃઢધારી... ઘનશ્યામ○ ૩