ચળું કરે રે
ચળું કરે રે પ્રેમાનંદ સ્વામી |
પદ ૧૯૮૯ મું.
ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને;
દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને.. ૧
મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે;
પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે.. ૨
પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો;
ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો.. ૩
વર્ષા ઋતુને રે, શરદ ઋતુને જાણી;
ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી.. ૪
સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ;
ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ.. ૫
બહુ જળક્રીડા રે, કરતાં જળમાં ન્હાય;
જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય.. ૬
નાહીને બા'રે રે, નીસરી વસ્ત્ર પહેરી;
ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી.. ૭
પાવન જશને રે, હરિજન ગાતા આવે;
જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે.. ૮
ગઢપુરવાસી રે, જોઈને જગ આધાર;
સુફળ કરે છે રે, નેણાં વારમવાર.. ૯
આવી બિરાજે રે, ઓસરીયે બહુનામી;
ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી.. ૧૦
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને;
દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને.. ૧
મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે;
પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે.. ૨
પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો;
ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો.. ૩
વર્ષા ઋતુને રે, શરદ ઋતુને જાણી;
ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી.. ૪
સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ;
ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ.. ૫
બહુ જળક્રીડા રે, કરતાં જળમાં ન્હાય;
જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય.. ૬
નાહીને બા'રે રે, નીસરી વસ્ત્ર પહેરી;
ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી.. ૭
પાવન જશને રે, હરિજન ગાતા આવે;
જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે.. ૮
ગઢપુરવાસી રે, જોઈને જગ આધાર;
સુફળ કરે છે રે, નેણાં વારમવાર.. ૯
આવી બિરાજે રે, ઓસરીયે બહુનામી;
ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી.. ૧૦