જડબુદ્ધિ જીવ પોં'ચ્યાનાં પરમાણાં

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
જડબુદ્ધિ જીવ પોં'ચ્યાનાં પરમાણાં
દેવાનંદ સ્વામી
જડબુદ્ધિ જીવ પોં'ચ્યાનાં પરમાણાં અવિચળ આવિયાં,
  જે મુક્ત થયા વ્યાસમુનિએ વિસ્તારી ભેદ બતાવિયા... °ટેક

ધ્રુવ પામ્યા પ્રભુના ધામને, તેણે તજ્યા કપટ છલ કામને,
  પામ્યા વૈકુંઠમાં વિશ્રામને... જડ° ૧

જોને ઓધવ લોમષ અમર રહ્યા, મુનિ મારકંડ કાગભુશંડી કહ્યા,
  ભજી કૃષ્ણ કલપ બહુ વીતી ગયા... જડ° ૨

સનકાદિક નારદ સરલ મતિ, પ્રહ્‍લાદ વિભીષણ જોગી જતિ,
  જેણે પુરુષોત્તમને કીધા પતિ... જડ° ૩

એ તો ઈશ્વર કોટિમાં ભળિયા, ભજી પ્રગટ પ્રભુને થયા બળિયા,
  તેને દેવાનંદનો સ્વામી મળિયા... જડ° ૪