લખાણ પર જાઓ

ઝટ સજો

વિકિસ્રોતમાંથી
ઝટ સજો
નર્મદ



ઝટ સજો

(ધોસો -૧૮)
થશે જીત શેલથી ભાઇ, ભરાઇ ખંતે જો ધાઇ,
ઠરીને રમશો રન ચ્હાઇ, પડો તો રહે કીર્તિ આંહી,
વળી મુક્તી પદ સુખ ત્હાંઇ, જીતે યશ ભોગવશો સ્થાઇ,
તમારી એધાણીને સહાઇ; રાખશે વંશજ વટ ગાઇ,
નામનાં ઓવારણ લેવાઇ, દેશિજન રેહશે સહુ હરખાઇ,
શૂરને હોય બ્હીક નવ કાંઈ, થાય નહીં કાયરની કદી વાઇ,
નર્મદ હામ સુરા છે પાઇ સૂર શૂર રહે ન છાનો હો-
ઝટ ઝટ સજો.