સર્જક:નર્મદ
Appearance
જન્મ |
૨૪ ઓગસ્ટ 1833 સુરત |
---|---|
મૃત્યુ |
૨૬ ફેબ્રુઆરી 1886 મુંબઈ |
ઉપનામ | Narmad |
વ્યવસાય | લેખક, કવિ, નિબંધકાર, નાટ્યકાર, શબ્દકોષકાર, વક્તા, આત્મકથાલેખક |
ભાષા | ગુજરાતી ભાષા |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારત |
નોંધનીય કાર્ય | નર્મકોશ, મારી હકીકત, Narmagadya, રામજાનકીદર્શન |
કવિ નર્મદ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ થઈ ગયા. તેમનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના રોજ સુરત શહેરમાં થયો હતો. મુંબઈમાં કોલેજનો અભ્યાસ કર્યો જે અધુરો મુક્યો હતો અને શિક્ષકની નોકરી સ્વીકારી હતી. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ કર્યો પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેના તેમના વિચારોમાં પરિવર્તન આવતાં તેમણે આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરી સ્વીકારી. ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ આઠ મહિનાની માંદગી પછી તેમનું અવસાન થયું.
કવિ ઉપરાંત તેઓ નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક તરીકે પણ જાણીતા છે.
નર્મ કવિતા ભાગ ૧, ૨ અને ૩ તે તેમના પ્રખ્યાત કાવ્ય સંગ્રહો છે.