ઝૂલીયે રંગીલે લાલ
Appearance
ઝૂલીયે રંગીલે લાલ પ્રેમાનંદ સ્વામી |
હિંડોળા (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨) |
ઝૂલીયે રંગીલે લાલ
ઝૂલીયે રંગીલે લાલ,
રતન હિંડોરના... ટેક
રતનજડિત બન્યો રતન હિંડોરો,
રતન ડાંડી બહુ ઓરના... ઝૂલીયે ૧
રતનજડિત હૈ પટુલી બેલના,
રતન કે લટકત બોરના... ઝૂલીયે ૨
રતનજડિત કી ચોકી મનોહર,
રતનજડિત બાંધે તોરના... ઝૂલીયે ૩
પ્રેમાનંદ થકિત લખી શોભા,
ચિતવત ચંદ જ્યું ચકોરના... ઝૂલીયે ૪