તને કાંઈ કાંઈ બોલ સુણાવા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

તને કાંઈ કાંઈ બોલ સુણાવા,
મારા સાંવરા ગિરિધારી,
પૂરવ જનમની પ્રીત પુરાણી
આવને ગિરધારી ... મારા સાંવરા

સુંદર વદન જોવું સાજન,
તારી છબી બલિહારી,
મારા આંગણમાં શ્યામ પધારો,
મંગલ ગાવું નારી ... મારા સાંવરા

મોતી ચોક પૂરાવ્યા છે ને,
તન મન દીધા વારી,
ચરણ કમળની દાસી મીરાં,
જનમ જનમની કુંવારી ... મારા સાંવરા