તારો જનમ પદારથ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
તારો જનમ પદારથ જાય
મૂળદાસ


તારો જનમ પદારથ જાય , વટાવડા છીએ વાટ ના,
વાટે ને ઘાટે વિલંબ ના કીજીયે રે ....ટેક

આ દેહ છે દુર્લભ મોટા દેવ ને રે
ઈ તો પૂરણ ભાગ્યે કમાય ......(૧)

સરોવર ને તરુવર , પંડે પરમારથી
એને ખપે તે વેડીને રે ખાય ......(૨)

ઓલી નદીયું , નીર સંઘરે નહિ
પોતા તણા ઈટો નીર તો સાયર માં સમાય ....(૩)

આવા શબ્દો સાંભળીને જન
તમે જાગજો એમ મહારાજ કે‘છે મૂળદાસ ....(૪)