તું સત્સંગનો રસ ચાખ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સત્સંગનો રસ ચાખ, પ્રાણી.
તું સત્સંગનો રસ ચાખ.

પ્રથમ લાગે તીખો ને કડવો,
પછી આંબા કેરી શાખ ... પ્રાણી, તું.

આ રે કાયાનો ગર્વ ન કીજે,
અંતે થવાની છે ખાખ. ... પ્રાણી, તું.

હસ્તિ ને ઘોડી, માલ ખજાના,
કાંઈ ન આવે સાથ. ... પ્રાણી, તું.

સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,
વેદ પૂરે છે સાખ. ... પ્રાણી, તું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિચરણે ચિત્ત રાખ. ... પ્રાણી, તું.