દરદ મિટાયા મેરા દિલકા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દરદ મિટાયા મેરા દિલકા
દેવાનંદ સ્વામી


દરદ મિટાયા મેરા દિલકા, મોયે ઔષધ અમૃત પાયા રે... ꠶ટેક

વૈદ્ય મિલ્યા વ્રજરાજ બિહારી, નાડી દેખન આયા;
જ્ઞાન ધ્યાન કી ગોલી રે દીની, રંચ ન રોગ રહાયા રે... દરદ꠶ ૧

ગયા રોગ મન ભયા નિરોગી, દિલ ગિરિધર દરશાયા;
હરિકૃષ્ણ પરબ્રહ્મ પુરાતન, ભાવ સહિત મન ભાયા રે... દરદ꠶ ૨

મિટ્યા વિષયકા ડાઘ મનોરથ, મૂલ મરમ સમજાયા;
જન્મ મરણકા ઝગડા રે છૂટ્યા, અંતર અલખ લિખાયા રે... દરદ꠶ ૩

યોગ ભક્તિ વૈરાગ્ય ત્યાગકા, ચૂરણ ચારુ બનાયા;
દેવાનંદ કહે દયા કરી હરી, ચરી હરિ આપ બતાયા રે... દરદ꠶ ૪