લખાણ પર જાઓ

દરિયાપારના બહારવટિયા/3. રોમાનેતી

વિકિસ્રોતમાંથી
← 2. મેરિયો શિકારી દરિયાપારના બહારવટિયા
રોમાનેતી
ઝવેરચંદ મેઘાણી
4. કામરૂનો પ્યાર →




3
રોમાનેતી

ઈ. સ. 1926ના એપ્રિલ મહિનાના એક પ્રભાતે દેશદેશનાં છાપાંઓએ પોતાના વાંચનારાઓને ખબર દીધા કે બહારવટિયાનો રાજાધિરાજ રોમાનેતી, જેણે કૉર્સિકા બેટની સરકારને પૂરા પંદર વર્ષો સુધી હાથતાળી દઈદઈ પહાડનું એકલહથ્થુ રાજ કર્યું, જેણે કંઈ કંઈ ઝપાઝપીઓમાં સરકારી પોલીસને શિકસ્તો દીધી, તે બહારવટિયાને આખરે પોલીસોએ ભેટંભેટાં કરી હાથોહાથના ધિંગાણામાં ઠાર કર્યો છે.

આ ખબર છપાયા પછી તરતના જ અરસામાં કૉર્સિકા બેટનાં તેમ જ ફ્રાન્સ દેશનાં છાપાં કાગારોળ કરી ઊઠ્યાં કે ખોટી વાત : બહારવટિયાને પોલીસે નથી માર્યો. એનું મોત તો દગાબાજીથી નીપજેલું છે. બહાદુરી નહિ પણ ખુટામણ ખેલાયેલી છે. બહારવટિયાના મંડળ માંહ્યલા જ એક ભરોસાદાર આદમીએ ઓચિંતો એને પીઠ પાછળથી ગોળીએ દીધો છે; પોલીસે તો પછી એ મરેલા મર્દનાં હથિયાર-પડિયાર ઉતારી લઈ, એ શબને માથે ભડાકા કરી, વીરતાનું એક નાટક ભજવ્યું છે, અને કૉર્સિકા બેટનાં વીરપ્રેમી, વતનીઓની આંખોમાં એવું ઠસાવવાની કોશિશ કરી છે કે તમારા વીરને અમે હાથોહાથના ધિંગાણામાં મર્દાઈની રીતે મારી પાડ્યો છે.

બેટની બજારે વાતો થાય છે : ‘આ મૉતની અંદર નક્કી કાંઈક ભેદ રહ્યો છે.’

દાક્તરે મડદું ચીર્યું. પણ એ દાક્તરી તપાસનું પરિણામ કેમ બહાર ન પડ્યું ?

‘ગોટાળો હશે. ગોટાળો. બહારવટિયો રોમાનતી સામી છાતીને ધિંગાણે એમ એકલો કંઈ મરે ? પાંચેક વડિયાને લીધા પછી જ પડે.’

સુધરેલી દુનિયાનાં માનવી આવું આવું સાંભળીને ખડખડ હસે છે. ભલા માણસો ! રોમાનેતીને કોણે માર્યો અને કેવી રીતે માર્યો એની શી તથ્યા છે તમારે ? હતો તો બહારવટિયો ને ? રાજનો, કાયદાનો, સમાજની સુલેહશાંતિનો શત્રુ તો હતો જ ને ? બે-પાંચ ખૂનો પણ એણે કર્યા હતાં ને ? એના માથા સારુ ઇનામ નીકળ્યું હતું ને ? બસ ત્યારે પછી ! હરકોઈ ઈલાજે પણ એ ફેંસલ થઈ ગયો. રાજા-પ્રજા સર્વે કરીને ઠામ બેઠાં.

કૉર્સિકા બેટનો વતનદાર પોતાનું માથું ધુણાવીને ઉત્તર આપે છે કે ના, ના, ના ! તમે અમારા મુલકની રીતરસમ જાણતા નથી, અમે જીવીએ છીએ હજુ જુનવાણી જમાનામાં. ઇન્સાફની અટપટી જાળમાં અમારો પત્તો ન લાગે. અમે તો અમારો હિસાબ ઘરમેળે પતાવી લઈએ. દગલબાજી, વિશ્વાસઘાત, ખુટામણ - એની વસૂલાત અમે લોહી રેડીને જ કરીએ. અને તેથી જ ખાનદાનીની રીતે પતાવટ કરનારો આદમી અમારે મન વીર છે. ‘વેન્દેત્તા’ (વેરની વસૂલાત) એ અમારો નેકપાક કાયદો છે. રોમાનેતી અમારો આત્મારામ હતો, નેકીનો ૫ંથ એણે તસુયે ચાતરેલ નહોતો, નક્કી એની હત્યા થઈ છે. હાથોહાથને ધીંગાણે એ મૂઓ હોત તો અમારે કલેજામાં કશો ઓરતો ન થાત.

‘લા વેન્દેત્તા !’ – કેવો કારમો એ શબ્દ છે ! પિસ્તોલના ઘોડો પડતાં જ ઝનઝનાટ થઈ રહે છે તેના જેવો. લા વેન્દેત્તા એ શબ્દોચ્ચાર સાથે, છેલ્લા ‘ત્તા’ અક્ષરના ‘ત્ત’કારની સાથોસાથ કૉર્સિકાના મર્દની છરી દગલબાજના કલેજામાં ચાલી જાય છે.

સંસ્કારી આલમથી અટૂલો પડેલો આ ટાપુ મધ્યયુગના આખરી કિલ્લા સમો દેખાય છે. અને પોતાનાં બચ્ચાંને અંતરે આવા રૌદ્ધ સંસ્કાર રોપનાર તો ખુદ ત્યાંની કુદરત જ છે. એના પહાડો અને ખીણો પ્રકૃતિની શક્તિઓના કોઈ દારુણ રણસંગ્રામની સાક્ષી પૂરી રહેલાં છે. ધરતીનાં પેટાળ ફાડીને કોઈ જ્વાળામુખીએ પાતાળી ખાઈઓ કરી મૂકી છે. એ છેદાયેલા સૈનિકો જેવા ડુંગરાઓને જાણે કે કોઈ ભૂકંપોના દાનવોએ એકાદ વિરાટ ખડકના ટુકડેટુકડા કરીને સર્જાવેલ છે. સેદાર અને પાઈનનાં ઊંચાં ઝાડવાં પણ એ પહાડોનાં હૈયાં વિદારી-વિદારીને જ બહાર નીકળેલાં છે. માનવીનાં હળ-સાંતી જેવાં લોખંડી હથિયારો ચાહે તેટલાં મથે છતાં ન ચિરાતી કઠોર ધરતી પણ જાણે કે અન્નપૂર્ણા નથી પણ એથી ઊલટી કોઈ નિષ્ઠુર સાવકી માતા છે.

આમ એ ટાપુના ઘડતરમાં જ તોફાનનાં, સંહારલીલાનાં, કુદરત સાથેના નિરંતર ચાલુ વિગ્રહનાં જ તત્ત્વો પડ્યાં છે. એ તત્ત્વોની સોબતે ટાપુનાં બચ્ચાંને માના પેટમાંથી જ પોતાની તાલીમ પિવાડી છે. ટાપુના ચહેરા ઉપર જ્યાં જુઓ ત્યાં ઉગ્રતા, ગરૂરી, વેદના અને ગમગીની જ અંકિત થઈ છે, એ જ ચાર ગુણો લખાયા છે પ્રત્યેક કૉર્સિકાવાસીના વદન ઉપર. એનાં નામ પણ જુઓ તો સ્પાદા (સમશેર), અથવા તો સાએત્તા (વીજળી) - એ નામો જ બહારવટાંની આગાહી કરે છે. નાનાં બચ્ચાં લખતાં-વાંચતાં-ભણતાં નથી. પણ ગેંડાનો શિકાર શીખે છે; કુદરતનાં તૂફાનો સામે – વાવાઝોડાં, ભૂકંપો, જળપ્રલય અને સળગતા દુકાળો સામે – ટક્કર ઝીલતાં શીખે છે.

[2]

આમ છતાંયે રોમાનેતી તો હંમેશાંનો સુલેહપ્રેમી અને કાયદાપાલક પ્રજાજન હતો. એને ખૂનખરાબા અને ઝાડીજંગલને માર્ગે જબરદસ્તીથી હડસેલનાર તો હતા વિશ્વાસઘાત અને ગેરઇન્સાફ. જગતના કૂડા રાહથી એ ગૂંગળાઈ ગયો ત્યારે જ પછી, બીજા અનેક ની પેઠે એ પણ માછિયામાં – અટવીમાં છુપાયો, ને ત્યાં રહ્યે રહ્યે પણ પોતાને ઘડીભર જંપવા ન દેનારી, દિવસરાત કોઈ શિકારને શોધી રહેલી શિકારી સરખી એ રાજસત્તાને હંફાવતો બેઠો. પણ બીજા આવા ભાગેડુઓ કરતાં પોતે સાતગણી ટક્કર ઝીલી શક્યો. કેમ કે રોમાનેતીની ખામોશી અદ્‌ભુત હતી; એનો બંદૂકપિસ્તોલ પરનો કાબૂ અફર હતો; એટલે જ એણે રાજની ફોજોને દોઢ દાયકા સુધી માત રાખી. એટલે જ એ બહારવટિયાનો રાજા બોલાયો. રાજ-પોશાકધારીઓનો એ જમદૂત હતો, બેટવાસીઓનો એ દિલોજાન હતો.

ધંધે તો હતો એ ધિંગો માલધારી. ઢોર કાપતો પણ ખરો. પોતાના ગામના માંડવીચોકમાં એ મેળાને દિવસે કે મોટી ગુજરી ભરાવાને દિવસે ઢોર કાપીને માંસ વેચતો. એવા એક પ્રસંગે એવું બન્યું કે જે ઘરાકી ફાટી નીકળી ને બીજા એક બેયને કાપવાની જરૂર પડી. એણે તાબડતોબ પોતાના એક ધંધા-ભાઈની પાસે માણસ દોડાવ્યો, પૂરી પરવાનગીથી અને પુરેપરા મૂલે એણે એ ભાઈબંધના ખેતરમાંથી પશુ લીધું ને તે જ રાતે પીઠાની અંદર ભાઈબંધને નાણાં પણ ભરી દીધાં. રોકડા પૈસાનો સોદો, ઉછીઉધારની વાત નહોતી, એટલે નાણાંની પહોંચપાવતી લેવાદેવાનો સવાલ જ નહોતો.

થોડા દિવસ થયા. ને એક વાર મોટે ભળકડે એને એની ઓરતે ઢંઢોળ્યો : “ઝટ જાગો.”

“કાં ?”

“આંગણે કુલેસ ઊભા છે.”

ફુલેસ ? રોમાનેતીને ફાળ પડી. આપણે ઘર અત્યારમાં ફુલેસ ? શા કારણે ?

ત્યાં તો પોલીસની પાર્ટીએ ધમાચકડી બોલાવી દીધી : “ચલો સાલે ! પારકાનો બેલ ચોરવો મીઠો લાગે છે કેમ ? ચાલો શહેરમાં. નીકળ જલદી ઘરની બહાર, ચોટ્ટા !”

ભોળિયો ધંધાદારી ! ડરતા ડરતો સુલેહશાંતિથી પેટગુજારો કરનાર આ ગામડિયો ‘ફુલેસ’ના બોલવા પરથી પામી ગયો કે પેલા ભાઈબંધે સરકારમાં જઈને ફરિયાદ નોંધાવી છે કે રોમાનતી અમારો બેલ ચોરી ગયો છે - ને નાણાં આપતો નથી.

‘ફુલેસ !’ - એ શબ્દ જ્યારે ગામડિયાને કાને પડે છે ત્યારે એ ધોળે દિવસે તારા ભાળે છે. એની નસોમાં લોહી થીજી જાય છે. ફુલેસ : સપાઈ : ફોજદાર : ગામડિયાને મન આથી વધારે અમંગળ બીજા શબ્દો નથી.

બેબાકળો બનીને રોમાનેતી પથારીએથી પરભારો નાઠો, પાછલી બારીએથી રફુચક થઈ ગયો, ને ઝાડીમાં છુપાયો. ત્યાં બેઠે બેઠે એણે પેલા ફરિયાદ નોંધાવનાર ભાઈબંધની સાથે વાટાઘાટના સંદેશા ચલાવ્યા : એ ભાઈ ! તારી ગૌ ! હું હાથ જોડું છું : હું તને ફરી વાર આખી કિંમત ચકાવું. ને વળી એક સો ફ્રાંક ઉપરિયામણ આલું. કોઈ વાતે તું ફરિયાદ પાછી ખેંચી લે, મારો છૂટકો કર. મારે કોરટને બારણે ચડવાનો મોખ નથી.

રોમાનેતીની નજર સામે ‘ફુલેસ’ની ધક્કામુક્કી, વકીલોના લૂંટણવેડા, કાચી જેલમાં અચોક્કસ મુદત સુધી સબડાટ અને પછી છેવટે પાકી તુરંગના છ-બાર મહિના તરવરતા હતા. પહોંચપાવતી વિના પોતાનું સાચ કોરટમાં ટકશે નહિ એવી ફાળ એને પડી ગઈ હતી.

ફરિયાદીએ આ કહેણ કબૂલ રાખ્યું. કહેવરાવ્યું કે આવતી કાલે આપણે અમુક ઠેકાણે મળીએ. નાણાંની પતાવટ કરીએ ને પછી અદાવતને દારૂની અક્કેક કટોરીમાં ડુબાવી દઈએ.

પણ ગામડિયો રોમાનેતી શકમંદ સ્વભાવનો હતો. એને ભરોસો બેઠો નહિ. એણે એક ભાઈબંધને નાણાં લઈને મોકલ્યો. પોતે શું થાય છે તે જોતો એક શિલાની ઓથે બેઠો.

ઝીણી આંખોએ નિહાળી રહ્યો; દગો હતો ! બાર પોલીસો એ મળવાની જગ્યાએ છુપાઈને બેઠા હતા.

“બેટમજીને કહી આવો જઈને,” એણે એ દગલબાજને બીજો સંદેશો મોકલ્યો : “- કે ખબરદાર રે’જે : આ વખતે તો તુંને બંદૂકની ગોળીનો ભડાકો સાંભળવા જેટલોયે સમો નહિ રહે.”

- ને રોમાનતી પોતાનું બોલ્યું બરાબર પળ્યો. બીજે જ દિવસે સવારે ભાઈબંધ ગામની બજારે નીકળે છે ત્યાં પછવાડે એક ઝાડની ઓથેથી ગોળી છૂટી, બરાબર છાતીએ ચોંટી, ને એના રામ ત્યાં ને ત્યાં રમી ગયા.

તે દિવસથી રોમાનતી ‘બેન્દીતો’ (બહારવટિયો) જાહેર થયો, એના માથા માટે ઇનામ નીકળ્યું. પોતાની ઓરતને ધંધાના વહીવટની ભલામણ કરી, છેલ્લી વારનું આલિંગન આપી રોમાનેતી તે જ દહાડે પહાડોની ગોદમાં જઈ સમાયો. ત્યાં એણે પગારવડિયે કઠિયારાઓનું અને શિકારીઓનું પહાડી સૈન્ય ઊભું કર્યું. એણે પોતાની નીતિથી સૌને વાકેફ કર્યા કે -

“જુઓ ભાઈ, મારે કોઈને લૂંટવા કરવા નથી : ન કોઈ રાહદારીને કે ન તો રાજને : ન એક પૈસા સાટુ કે ન હીરા-માણેકની કોથળી સાટુ. તેમ મારે કોઈને વગર વાંકે મારવા-પીટવાયે નથી. હું તો ખાવંદ ધણીની રહેમથી ઘરનો સુખી આદમી છું. ને મારી મતલબ આંહી બેઠે બેઠે પણ ઘરનો ધંધો ચાલુ રાખવાની છે. આ બધો બંદોબસ્ત મારી આતમરક્ષા પૂરતો જ છે. મારી હારે સહુ નેકપાક રે’જો. ઇમાનથી કદી ડગશો નહિ.”

એ રીતે વંકા પહાડને ખોળે બેઠાબેઠાં રોમાનેતીને પોતાનાં માલથાલ (ઢોરઢાંખર)ના સોદા માંડ્યા, અને પોતાની વાડીને માંડવેથી ઊતરતી અંગૂરનાં વેચાણ ચાલુ રાખ્યાં.

એની પાછળ તો ફોજો ભમવા લાગી હતી. પણ પહાડોનો પાદશાહ રોમાનેતી આતમરક્ષાની અક્કલમાં કોઈથી ઊતરે તેવો નથી. સરકારી જાસૂસોની સામે બહારવટિયાનું પણ પાકું જાસૂસખાતું ગોઠવાઈ ગયેલું છે. એના મોટામાં મોટા જાસૂસ કુત્તાઓ હતા, ઝીનેત્તા અને કાળિયો નામના બે કુત્તા બહારવટિયાના માનીતા અંગરક્ષકો છે. બન્ને જણા દિવસરાત એક પલ પણ અળગા થયા વગર પોતાના એ માનવમિત્રની બેઉ બાજુએ બેઠા રહે છે. એને અપાયેલી તાલીમ તાજુબ કરે તેવી હતી. બન્નેના મોંમાં જાણે અવાજ જ નહોતા, મૂંગા અવધૂતની માફક બને ઝીણી ઝગારા કરતી આંખો અધમીંચી રાખીને બેઠા રહેતા. અને તેઓનો એક લગાર જેટલો જ ઘુરકાટ દુશ્મનોનાં દૂરદૂર ચાલતાં પગલાંની ખબર દેવા માટે ગનીમત થઈ પડતો.

તે પછી થોડે દૂર, એથી જરી વધારે દૂર, ઑર થોડે છેટે – એમ કેટલાક માઈલો સુધીના ગોળ ઘેરાવામાં સંત્રીઓની અને કુત્તાઓની ચોકી દિવસરાત વીંટળાયેલી જ રહેતી. પરિણામે ‘ફુલેસ’ની ગિસ્ત લગોલગ આવી પહોંચે તે પહેલાં તો બહારવટિયો બાતમી પામીને પચીસ કોસ દૂર નીકળી જતો હતો. બહારવટિયાના ભોમિયા મરણિયા અને બુદ્ધિવંત હતા.

[3]

પહાડના પોલાણમાં એક રાતે બહારવટિયો બેઠોબેઠો કંઈક ગીત ગુંજે છે :

પાનીસે મછલી કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !
બાદલસેં બીજલી કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !

એ વારંવાર ઘૂંટાતાં ચરણોમાંથી આખરે ફક્ત આટલો જ સૂર કોઈ ચગેલા પતંગની માફક, ઊંઘ લઈ ગયેલા ભમરડાની માફક વાજી રહ્યો કે -

કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !

બખોલની શિલાઓ ખંજરી બજાવતી બહારવટિયાની સૂરાવળને તાલ આપે છે. આખરે બે હોઠ વચ્ચેની સિસોટી કોઈ પંખીની પેઠે ગાય છે કે -

કિતની દૂર !
બે કિતની દૂર !
બે કિતની દૂર !
પાનીમેં મછલી કિતની દૂર !
બાદલસેં  બીજલી કિતની દૂર !

જુવાન બહારવટિયાને ઘણે દિવસે ઘર સાંભર્યું છે. ઓરતને મળવા દિલ તડપે છે. રંગીલો રોમાનેતી ઘેરે સંદેશો પણ મોકલી ચૂક્યો કે ‘આજ સાંજનું વાળુ તારા હાથનું કરવું છે’.

રાત પડી. ગામના પોતાના ઘરની પછીતથી માંડી છેક પહાડના ગુપ્તસ્થાન લગી એક પછી એક જાસૂસ સંત્રીની આલબેલ-એંધાણી અપાતી ગઈ; જરીકે જોખમ નથી એવાં સંકેતચિહ્નો મળતાં બહારવટિયો બખોલેથી ઘેર જવા નીકળ્યો. અધરાતનો ગજર થયે એણે હેમખેમ ઘરમાં પગ દીધો. ઘણા કાળના ગાળા પછી માંડમાંડ જીવતાં મિલાપ થવા પામ્યો છે, એટલે ગળતી રાતની ગાઢી ગળબથ્થો લીધા પછી, હૈયાં એકમેકની અંદર ઠાલવી દઈને પછી, ઓરતે કોડેકોડે રાંધેલું વાનીવાનીનું વાળુ માણવા માટે રંગીલો રોમાનેતી દરવાજા સન્મુખ મોં કરીને જમવા બેઠો. બાજુમાં એક બંદૂક મૂકેલી છે, ને ગજવામાં પાંચ-છ નાની પિસ્તોલો અકબંધ ભરેલી ઠાંસી છે.

હજુ તો જ્યાં બહારવટિયો પહેલો કોળિયો ભરે છે, ત્યાં ઘ ૨ ૨ ૨ ! બાજુમાં બેઠેલા બન્ને કુત્તાએ ધીરો ધીરો ઘુરકાટ કાઢ્યો. અમસ્તા કાપી નાખો તોયે ન ઉચ્ચાર કરે તેવા એ ઝીનેત્તા અને કાળિયાની આ સનસ કદી જ ખોટી ન હોય. પણ આ એકાએક શું થયું ? – એમ વિચારે છે ત્યાં તો પળમાં જ એક જાસૂસે હાંફતાં હાંફતાં આવીને જાણ કરી કે “ફુલેસ ! ફુલેસની આખી ટુકડી ઘર ઉપર ધસતી આવે છે.”

અન્નનો કોળિયો નીચે મૂકી દઈને રોમાનેતી ખડો થયો. ઓરતને એક ચૂમી કરી, અને જાસૂસને કહ્યું : “જાવ, આડા રહીને ફેર કરો.”

પોતે પાછલા ઓરડામાં ગયો, અને બહારવટિયાના આદેશનું યંત્રવત્ પાલન કરનાર સાથીએ ઉઘાડા મોયલા દરવાજાની અંદર પ્રવેશતી રોશની સામે ધસ્યો. એને જોતાંની વારે જ પોલીસની બંદૂકો છૂટી. એ ભોય પર ઢળી પડ્યો, પણ પડ્યાં પડયાં એણે અર્ધચંદ્રાકારે સબસબાટ પિસ્તોલ ચલાવી, ધસી આવતાં ‘ફુલેસ’માંથી કેટલાકને જખમી કર્યા. બહારવટિયાના બીજા સાથીઓ પણ શિલાઓ અને ઝાડવાંની વચ્ચે સંતાઈને ગોળીબાર કરવા લાગ્યા. દરમિયાન રોમાનેતી પાછલી બારીએથી કૂદીને બહાર પડ્યો. એના પગનું કાંડું ખડી ગયું.

આખો જ હલ્લો મકાનના આગલા ભાગમાં મચેલો છે એમ સમજીને પોતાના સાથીઓ તથા પોલીસો વચ્ચેની ઠારમઠોર સાંભળતો બહારવટિયો પાછલી જગ્યાએ ભાંખોડિયાંભર ચાલવા લાગ્યો ત્યાં તો કુત્તો ઘૂરક્યો; અને એક તીણો અવાજ આવ્યો : “ખબરદાર ! રુક જાવ ! નહિ તો ઠાર કરું છું.”

જવાબમાં બહારવટિયાએ એ અવાજની સામે ફેર કરીને, ભાંગેલા પગની વેદનાને ગણકાર્યા વગર ગડથોલિયાં ખાવા માંડ્યાં, ખડક પરથી ખડક પર પડતું મૂકતો, ગોળીબારની ઝડીમાંથી ચમત્કારી રીતે ઊગરી જઈને એ દરિયાકાંઠે ખાબક્યો, ત્યાં એક ભેરુબંધ માછીમારની હોડી રાહ જોતી ઊભી હતી તેમાં ચડીને હલેસાં ચલાવ્યાં, ગંભીર જળમાં હોડી ચુપચાપ ચાલી. ત્યાં તો દીઠું કે કિનારેકિનારે પોલીસની બીજી ટુકડી આવી રહી છે. એકાએક હાકલ પડી : “નિશાન લ્યો : તાશીરો ચલાવો હોડી પર.”

“અને ઓ હોડીવાલા ! જલદી પાછી વાળ, કિનારે પહોંચ.”

“એ ભાઈસા’બ ! આવીએ છીએ, પાછા કિનારે આવીએ છીએ ! ફેર કરશો મા.” એવાએવા એ માછીમારના ચસકાની અંદર એક બીજો અવાજ ડૂબી ગયો - ને તે હતો બહારવટિયાનો પાણીમાં ખાબકી પડ્યાનો અવાજ.

હોડી કાંઠે આવી ત્યારે ખાલી હતી. રોમાનેતી ઢબતો ઢબતો, પાણી કાપતો પાછો ખડકોમાં પહોંચી ગયો હતો.

[4]

‘આ દગલબાજી કોણે કરી ? આપણી વચ્ચે તે રાત્રિએ કોણ વિશ્વાસઘાતી જાગ્યો ?’

એ એક જ સમસ્યા બહારવટિયાને તે પછીના દિવસોમાં સતાવી રહી હતી. નક્કી વાત છે કે કોઈકે પોલીસને બાતમી આપી દીધેલી. કુત્તાઓને પણ છેક પોલીસ લગોલગ આવી પહોંચી ત્યાં સુધી કોઈક કોઈક જાણીતા આસામીએ મૂંગા રાખ્યા હોવા જોઈએ. કોઈક જાણભેદુ ફૂટી ગયો છે.

“ઓ રોમાનેતી !” સાથીઓએ સંદેહ ઉઘાડો કર્યો : “કાસ્ટીગ્લીઓની તો નહિ હોય ?”

“કોણ, સીનાર્કા ગામવાળો જુવાન કાસ્ટીગ્લીઓની ?”

“હા, એ લાગે છે.”

“શા પરથી ?”

“મોખરેના કુત્તા પર એની દેખરેખ હતી તેથી.”

“પણ મને ફસાવવામાં અને મતલબ શી ?”

એ સવાલ કરવાની સાથે જ બહારવટિયાને કંઈક યાદ આવ્યું. એના મનમાં ગણતરી ગણાવા લાગી, એનાથી બોલી જવાયું : “હાં ! સાચેસાચ એ જુવાન કાસ્ટીગ્લીઓનીનાં કામાં. તપાસ કરો, એ ક્યાં છે.”

રોમાનેતીની પરણેતર જ્યારે કુંવારી હતી ત્યારે આ જુવાન એના પ્યારનો ઉમેદવાર હતો. પોતાની દિલદારને કેમ જાણે રોમાનેતી હરણ કરી ઉપાડી ગયો હોય એવી એના દિલમાં અગોચર દાઝ હતી. રોમાનેતીના ગુણશીલ ઉપર મુગ્ધ બનીને એ સુંદરી ગઈ હતી, તે વાત આ પ્રેમઈર્ષાના અગ્નિમાં સળગતો આદમી સમજી નહોતો શક્યો. એણે જ પોલીસને બાતમી આપી હતી. તપાસ કરીને માણસો આવી ગયા : જાહેર કર્યું કે કાસ્ટીગ્લીઓની અને બહાવટિયાનો એક જાતવંત ઘોડો બેઉ અલોપ થયા છે.

“એને લઈ આવો,” બહારવટિયાએ ટૂંકોટચ આદેશ દીધો; પછી તુરત જ ઉમેર્યું : “પણ જીવતો - ખબરદાર, એને જીવતો પકડી લાવજો.”

‘uછે પી જdlષી બન્યા નો છે ને “A', એ - મીન ‘મf \, છે મી છે એ તો જો નો છે , જ ) હA *** ૧ ", Nયા તે "|""લ ૧}ને શા+//wી વી કે " 2 નોની છે . શા પછી તેણે સંપૂર્ણ ખામોશી સાચવીને સાથીઓને કહ્યુ, "એન અબંધ છોડી દો જોઉં."

"હવે એના હાથમાં એક્ બંદૂક આપો."

"હવે તમે સૌ અહીંથી ચાલ્ય અજાઓ. હુ અન્ એતે બેઉ એકલા બેસીને દારુ પીશું. હું જો માર્યો જાઉં તો એને તમે મોકળો કરજો. બસ, જાઓ હવે."

હુકમો મળતા ગયા તે મુજબ અમલ્ કરીને સાથીઓ ઘોડે ચડી ત્યાંથીદૂર્ દૂર્ ચાલ્યા ગયા. બહારવટિયો અને દુશ્મન્ બે જ્ રહ્યા,.

દુશ્મન્ છૂટો છે. એના હાથમાં ભરેલી પિસ્તોલ છે.

રોમાનેતીના હાથષા કશું હથિયાર નથી, એ તો પ્રથમથી જેમ બેઠો હતો તેમ્ જ્ બેસી રહ્યો. પલાંઠી પણ્ એણે બદલાવી નથી. દાગલબાનજે જાણે કંઈક્ કહેવાની એની ઈચ્છા હતી.

એકાએક કાસ્ટીગ્લીઓની ખડક પરથી નીચે ઊતરી પડ્યો. એની પિસ્તોલમાંથી ધડ ધડ ધડ ત્રણ-ચાર ગોળીઓ છૂટી.

રોઆનેતી પણ એની વાંસોવાંસ નીચે ખાબકી પડવો. એક જ પલ – અને દગલબાજ્ ઘોડો પલાણીને નાસી છૂટત. પણ એનો એક પગ હજુ પેંગડામાં હતો ત્યાં જ બહારવટિયાએ નીચે ગબડીને ઉપાડી લીધેલી બંદૂકમાંથી એક ભડાકો થયો. વિશ્વાસઘાતી જુવાનના કલેજા સોંસરવી ગોળી નહાઈ-ધોઈને ધ્રોપટ નીકળી ગઈ.

સાથીઓ મારતે ઘોડે આવી પહોંચ્યા.

જુવાનની લાશ સામે ઠંડીગાર આંગળી ચીંધાડીને બહારવટિયાએ કહ્યું : "આને એને કુટુંબીઓ પાસે લઈ જઈને સોંપી આવો. કહેજો કે એ વિશ્વાસઘાતી તો હતો, પણ તે ઉપરાંત નામર્દ હતો. હજુ તો મારા ઘથ ખાલી હતા ને હું એની સાથે વાત કરી રહેલો હતો. ત્યાં જ એણે મારા ઉપર ગોળીઓ છોડી હતી."

આ બનાવે બહારવટિયાના બાકીના સાથીઓનાં હૈયાં પર એવું જાદુ છાંટી દીધું કે પછીનાં વર્ષોમાં એક પણ ખૂટામણનો પ્રસંગ નહોતો બનવા પામ્યો. એ છાપ માણસાઈની હતી.

[5]

"હું શરત કરું છું કે હું એકલો બહારવટિયાને પૂરો પડીશ."

એજોસિયો ગામની મુલાકાતે આવેલી એક ફરાન્સી ફોજના કપ્તાને એક દિવસ એ રીતે પેતાની મૂછ મરડી, એણો સમજ પાડી કે "તમે ટુકડીઓની ટુકડીઓ મોકલો છો એટલે ભેટંભેટા થતા નથી, માટે કારી ફાવતી નથી, જુઓ હું એકલે હાથે પૂરો પડું છું."

આ ભડના દીકરાએ બહારવટિયા સાથે મુલાકાતની માગણી મોકલી, પોતાને મળવા માગનારા અનેકને રોમાનેની ખાનદાનીની રીતે મુલાકાતો આપતો હતો, એમાં એ વીરતાનો ધર્મ સમજતો. આ કપ્તાન સાહેબને પણ લશ્કરી ઈમાનવાળા આદમી લેખી મુલાકાતની હા પાડી. કપ્તાને ખુદ પોતે જવાને બદલે પોતાને નામે એક દોસ્તને ધકેલ્યો, ને પોતે પછવાડે એક ખેડૂતના વેશમાં પેસી ગયો, જે ઝૂંપડામાં બહારવટિયાની મુલાકાત થવાની હતી તેની બહાર કપ્તાન છુપાઈ રહ્યો. ભળકડાની વેળા થઈ ત્યારે એણે પોતાના દોસ્તને એ ઝૂંપડામાંથી કેટલાક ભોમિયા ભેળો નીકળીને જતો જોયો. માની લીધું કે મુલાકાત થઈ ગઈ. માન્યું કે અત્યારે બહારવટિયાનો સામનો કરીને ઝટ ચાંપી દેવાનો લાગ છે, જેવા પેલા ભોમિયા ઘોડે ચડી પોતાના ભાઈબંધની સાથે ચાલી નીકળ્યા, તેવો જ આ કપ્તાન ઝૂંપડાના દ્વારમાં પેઠો. એકાએક દ્વાર ખોલીને એણે રાઈફલ તાકી, અંદર બેઠેલાઓને પડકાર દીધો કે “ઊંચા હાથ – જલદી હાથ ઊંચા લ્યો.”

બેઠેલાઓમાંથી કોઈ હલ્યુચલ્યું નહિ.

એકાએક કપ્તાને પોતાની પછવાડેથી ‘હા - હા - હા’ એવું હાસ્ય સાંભળ્યું. એક અવાજ આવ્યો : “સાહેબ બહાદુર. જો તમે રોમાનેતીને શોધતા હો તો આ રહ્યો આપનો નમ્ર સેવક. પણ હું આપને શાંતિથી ચાલ્યા જવાની સલાહ આપું છું. હું ધારું છું કે જિંદગી તો તમનેય પ્યારી છે. માટે કહું છું કે ડાહ્યા હો તો પધારી જાઓ.”

કપ્તાને ચક્કર ફરીને પાછું જોયું. જે માણસને પોતે ઠેકાણે પાડવા આવ્યો હતો. તે તો બેધડક ને બેપરવા. ખીસામાં બેઉ હાથ નાખીને રસ્તા વચ્ચે સામી છાતીએ ઉભેલો હતો.

હજુ ભળભાંખળું હતું. બહારવટિયાનું કલેવર દેખાતું હતું. ચોખ્ખું નહિ, પણ ઝાંખું ઝાંખું.

“સાહેબ બહાદુર, આપ સિધાવી જાઓ.” ફરીને અવાજ આવ્યો.

કપ્તાન સાહેબે એક પલની પણ વાટ જોયા વગર ઉપરાઉપરી ગોળીબાર કર્યા.

પરોઢિયાના ધુમ્મસમાં બહારવટિયાનું બાંડિયું પાતળું કલેવર અસ્પષ્ટ રહ્યું. એકેય ગોળી ન અંટાઈ.

ફરી વાર અવાજ. “હવે તો બસ, પાછા ફરી જાઓ અને જગતને જઈ કહો કે મેં અંગત જેઓનું કંઈ બગાડ્યું નથી તેઓ પણ મારા પર હલ્લો કરે છે ત્યારે મને ઈન્સાનનો જાન લેવો ગમતો નથી. હું રોમાનેતી લોહીનો પ્યાસો નથી. સિધાવો સાહેબ બહાદુર, હવે ભડાકો મા કરજો.”

બહારવટિયાની આ મહાનુભાવતાએ તો કપ્તાન બહાદુરને ઊલટાના અધિક ગાંડા બનાવ્યા. એનું અભિમાન ટુકડેટુકડા થઈ ગયું. એણે ફરી વાર ગોળી છોડી.

ગોળીનો જવાબ સામેથી ગોળીએ જ દીધો. એક જ ઝળેળાટ થયો, ને કપ્તાન ધૂળ ચાટતાં ૫ડ્યા.

રોમાનેતી પાસે આવ્યો. કપ્તાનની લાશને એણો ગમગીન હૃદયે ઉથલાવીને ચત્તી કરી.

“શા માટે” - પોતાની આસપાસ વીંટળાઈ વળેલા સાથીઓને એણે કહ્યું : ‘શા માટે આ લોકો મારી પાછળ લાગ્યા છે ! શા સારુ મને એ પહાડોમાં એકલો પડ્યો રહેવા દેતા નથી ! હું ક્યાં એને ગોતવા જાઉં છું ! મારી આ કડવી ઝેર બની ચૂકેલી જિંદગાની પણ જો મને તેઓ આંહીં જ જંગલમાં ચૂપચાપ ખેંચી કાઢવા આપે તો હું તેઓને તલભાર પણ ઈજા પહોંચાડવા નથી ચાહતો. નીકર મારી બંદૂકની નળી પધોર એ કાંઈ કમ નીકળ્યા છે ? મેં ધાર્યું હોત તો હું એવા સોને ફૂંકી મારત, પણ દોસ્તો, હું લોહીનો તરસ્યો નથી, મને હવે છેડો ના. મને પડ્યો રહેવા દો !”

[6]

દિવસો દિવસ એવી કંઈક પરાક્રમની વાતો આ બહાદુરને નામે ચડતી ગઈ, ઍશ્ટન વુલ્ફ લખે છે કે ‘બહાદુર’ એવું બિરુદ આ બહારવટિયાને માટે હું બરાબર જ વાપરી રહ્યો છું. કારણ કે એનું બહારવટું વાજબી હો વા ગેરવાજબી, છતાં રોમાનેતી એક મર્દ હતો. હદથીય જ્યાદે રહમદિલ અને સાગરપેટો હતો. શત્રુ કે મિત્ર હરકોઈની સાથેના વહેવારમાં નીડર તેમ જ નેકીદાર હતો. અરે, સાચને ખાતર એણે પોતાના સગા ભાઇ સમા પહાડી ભાઈબંધ સ્પાદાને, જુઓને, ફાંસીને લાકડે મોકલવાની છાતી બતાવી હતી.

હકીકત આમ બની ગઈ. એક દિવસ ધોળે દહાડે છડેચોક એક ગામમાં દાખલ થઈને બહારવટિયો સીધો મેયર સા’બના મકાન પર આવ્યો, સાહેબના ચાકરને એક બંધ કરેલો કાગળ દીધો. કહ્યું : “સા’બને પોગાડજે.”

“કોનો છે ?”

“અંદર સહી કરી છે.”

પોતે અલોપ થઈ ગયો, અને પછી મેયર સા’બે કાગળ ફોડતાં અંદર રોમાનેતીના હાથની સહી દીઠી. ધડકતે કલેજે એણે કાગળ ઉકેલ્યો.

લખ્યું હતું કે, “મેયર સા’બ ! તમારા ફલાણા ગામડામાં ફલાણી છોકરીના જે આશક ખારવાનું ખૂન થયું છે, તેનો સાચો ખૂની તમે જેને પકડેલો છે તે ફેરારી નથી. ખૂનનો સાચો કરવાવાળો તો સ્પાદા નામનો આસામી છે. આ સ્પાદા મારો ભાઈબંધ છે ને અત્યારે મારા કબજામાં છે. વાસ્તે તમે નિર્દોષ ફેરારીને જો મોકળો કરો તો હું પંડે આવીને મારા સગા ભાઈ જેવા આ દોસ્ત સ્પાદાને– ખરા તહોમતદારને સુપરદ કરવા તૈયાર છું. લખિતંગ બા’રવટિયો રોમાનેતી.’

બહારવટિયાના કાગળની વાત બહાર પડી. પીઠાંમાં અને હૉટેલોમાં ચર્ચા થવા લાગી :

“ભાઈ, હું પંડે જાણું છું કે ઇવડી ઈ છોકરીના આશકને ગોળીએ દેનારો ઈ સ્પાદો જ છે. ઈ સ્પાદો જ છોકરીના પ્યારનો ઉમેદવાર હતો.”

“હા, મુંનેય માલુમ છે. ઘણુંય સમજીએ છીએ કે બાપડો ફેરારી તો નરાતાર બેગુને ફાંસીને લાકડે લટકશે.”

“ત્યારે તમે જાણભેદુઓ કોઈ જાહેર કાં નો’તા કરતા ?”

“ડરથી કરીને, કે બા’રવટિયો અમારા બાર વગાડી દિયે, સ્પાદો રહ્યો એનો દિલોજાન દોસ્ત !”

“પણ બા’રવટિયે તો કમાલ કરી. પોતે જ સ્પાદાને સોંપવા આવે છે.”

“હા, નિર્દોષનો જાન જાય છે તે સાટુ, બડો નેકપાક છે આ રોમાનેતી. એના ઉપર આફૂડું હેત વછૂટે છે.”

“તો હવે કાંઈ ડર નથી ના ? હાલો જઈને મેયર સા’બ પાસે સાક્ષી દઈએ.”

સાયો ખૂની ફેરારી નહિ પણ સ્પાદો છે, એની જુબાનીઓ દેવા અનેક જાણકારો મેયર કને આવ્યા.

“અમે આજ સુધી બહારવટિયાની બીકે જબાન ખોલતા નહોતા.” એવો એકરાર કર્યો.

મેયરે ડોકું ધુણાવ્યું : “બિલકુલ નહિ, એક વાર કરેલ કાગળિયાં હવે નહીં ફરી શકે.”

“હાંઉ ! બસ ! બચાડો નિરપરાધી ફાંસીએ હાલ્યો જાશે ?”

“બેશક જાશે.”

લોકો તો જોઈ રહ્યા, અને તહોમતદાર ફેરારીને પગમાં બેડી તથા હાથકડી નાખી, એ હથિયારબંધ પોલીસોની પાર્ટી મહાલના એજેસિયો ગામ તરફ લઈ ચાલી.

એકાએક ઝાડીમાંથી એક અડબૂથ મોટો જુવાન જંગલી પશુની જેમ નીકળી પડ્યો ને એણે ત્રાડ પાડી : “એ હેઈ ! હું સ્પાદો છું. મેં જ ઈ ખારવાને ઠાર માર્યો છે. ફેરારી બાપડો કંઈ જ જાણતો નથી. એને છોડો, હાલો, હું તમારો કેદી બનીને આવું. નાખો બેડીયું મારા પગમાં.”

પોલીસો ઊભા રહ્યા. થોડી વાર વિચારમાં પડ્યા, પછી માથાં ધુણાવીને બોલ્યા : “ના ભા ! અમને તો હુકમ છે કે ફેરારીને જ જેલમાં લઈ જવો, અમે તો ચિઠ્ઠીના ચાકર.”

“એને છોડવો છે કે નહિ ?” સ્પાદો ખિજાઈને તાડૂક્યો : “કહું છું કે ખૂની હું છું, ઈ બચાડો નિર્દોષ છે.”

પોલીસોએ ફરી વાર માથાં હલાવ્યાં, કેદીને લઈને એ ચાલતા થયા.

“ઠીક ત્યારે તકદીર તમારાં ! –” સ્પાદાએ હાક મારી : “હું એને છોડાવ્યે જ રહીશ.”

એટલા શબ્દોની સાથે સ્પાદાની પિસ્તોલમાંથી બે બાર છૂટ્યા. એક પોલીસ જખ્માઈને એ ઊંચી પગદંડી પરથી ઊડ્યો, તે દોઢસો હાથ ઊંડી ખીણમાં જઈ પડ્યો. બીજાની ખોપરી ફાટી ગઈ.

સ્પાદાએ ફેરારીને મોકળો કર્યો. પૂછ્યું, “હવે ?”

“હવે તો ભાઈ, આ ફુલેસ મૂઆ એટલે મારે માથે બેવડું આળ મુકાશે. ને કોરટમાં ફેંસલો તો અવળો જ પડશે.” ફેરારી વિમાસણમાં પડ્યો.

“તો માંડ ભાગવા. જા ભળી જા રીમાનેતી ભેળો. આમેય મૉત ને આમેય મૉત.”

“ને તું ?”

“મેં પણ કામો એવો કર્યો છે કે હવે હુંય ભાઈ રોમાનેતીની ભેળો થઈ જઈશ.”

આ રીતે નીતિવંત જંગલવાસી સ્પાદો હવે બહારવટિયો બન્યો. તે રાત એ એક ભાઈબંધના ઘરમાં રોકાવાનો હતો એવી જાણ ફેરારીએ ભાગીને રોમાનેતીના સાથીઓને કરી દીધી.

“ત્યારે તો હવે સ્પાદાને વેળાસર બચાવી લાવીએ.” એમ કહીને બહારવટિયો ઊપડ્યો તે ભળકડે એ સ્પાદાના ભાઈબંધને ખોરડે પહોંચ્યો. પહોંચતાં જ એને ફાળ પડી : “આ શું ! આ ખોરડું તો ફુલસે ઘેરી લીધું છે.”

અંદર સ્પાદો ઘસઘસાટ ઘોરતો હતો. શી રીતે ચેતાવવો એને ?

ખબરદાર બનીને એણે ખોરડાને ફરતું ચક્કર લી બાજુની

'રોમાનેતી. એલા એઈ , નક્કી રોમાનેતી!"

શા માટે રોમાનેતીએ આવી આફત વહોરી ! જે ભાઈબંધીને દાવે દોસ્ત સ્પાદાઅને ફાંસીને માચડે લટકવા કબૂલ થયો હતો, તે જ ભઈબંધને તોરથી

પળમાં તો પોલીસની બે ટૂકડીઓ પડી ગઈ. એક ટુકડીએ બહારવટિયા ઉપર ધસારો કર્યો.

એટલામાં સ્પાદો જાગી ગયો હતો. ભાનમાં આવતાંજ્ એ સમજાયું કે દગો થયો છે. છલાંગ્ મારીને એ ખાડો થયો, અને જૂએ છે તો એને આશરો આપનાર ભાઈબંધ પોતે જ ઊઠીને બારીમાંથી રૂમાલ્ ફરકાવી પોલીસને બોલાવી રહ્યો છે. સ્પાદાને એણે કહ્યું : આવી ખુટલાઈ ! હવે તો ઉઘાડ બારણું ને દોડ તું બહાર, નીકર હમણાં ફૂકી દઈશ."

થરથરતો આસામી બારણું ખોલીને બહાર દોડે છે. સ્પાદો પછવાડેની બારીએથી ઠેકે છે. ને સામે કાંઠેથી અવાજ સાંભળે છે કે “સ્પાદા હેઈ, સ્પાદા ! હું આંહીં છું. આવી પોગ, આવી પોગ."

ખૂટેલ આદમી બહાર દોડ્યો તેને સ્પાદો સમજી પોલીસ ત્યાં જમા થાય છે. પાછળ સ્પાદો અને રોમાનેતી એકઠા મળી જઈને ઝપાઝપી બોલાવતા ખડકોમાં ગાયબ થાય છે.

[7]

આવાં એનાં પરાક્રમ પછી પરાક્રમ સાંભળતો હું ઇટલીમાંથી પાછો વળતો હતો ત્યારે રસ્તામાં કૉર્સિકા બેટ ઊતરવાની – બની શકે તો બહારવટિયાની સાથે એકાદ રાત ગાવવાની મારી ઉત્કંઠાને હું ન રોકી શક્યો. એક દિવસ હું નાનકડા એજેસિયો શહેરથી પહાડોમાં ઊપડી ગયો. બહારવટિયાની પાસે સહીસલામત પહોંચવા માટે ગજવામાં એક પાસપોર્ટ-પરવાનો પડ્યો હતો. એના ઉપર બહારવટિયા રોમાનેતીની મોટી મહોર-છાપ હતી."

આટલું કહીને જાસૂસી અફસર એશ્ટન વુલ્ફ પહાડોમાં એ રાત્રિના પોતાના પ્રવાસનું વર્ણન કરે છે :

સંધ્યાટાણે હું એક નાને ગામડે પહોંઓ, જ્યાં બે ભોમિયા મારી વાટ જોતા હંતા. તે પછી મારી મજલમાં ઝાડી -- ઘોર ઝાડી – વીંધીને ખડકોનો ઊભો ચડાવ જ ચડવાનો આવ્યો. કાળા ખડકોની સીધી ભેખડોને વળગી પડેલો હોય તેવાં ઝૂંપડાં સામે હું જોઈ રહેતો. અમે એ પગદંડી ઉપર એક જણ જ ચાલી શકતા હતા, રાત્રિ શ્યામ અને ફરેબી હતી. નિ:શબ્દ અને સુગંધી હતી. પાઈન અને ગોર્સ ઝાડના હૂહૂકાર કરતી એ રાત મને એના અંધારપછેડામાં જાણે લપેટીને ગૂંગળાવતી હતી, મને થતું હતું કે આવી ભરાયા !

આખર મારી આગળના અને પાછળના બેઉ ભોમિયાએ સર્પના જેવા સિસકારા કર્યા. ઊભા રહેવાનો એ સંકેત્ હતો બે કલાકોના ચડાવથી ઊંચો ચડી ગયો શ્વાસ મેં હેઠો મૂક્યો. ઉ૫૨ આકાશના ઝાંખા તારા ઝબૂકતા હતા, આસપાસ ખડકોની અને ઝાડોની આછી પાંખી રેખાઓ સિવાય બીજું કશું જ નજરે પડતું નહોતું. ચોપાસનો એકેએક કાળો આકાર કોઈ અજાણયા ભયનું ખંજર છુપાવીને ખડો હતો.

નીચે, કેટલેય નીચાણે કિનારા પર બળતા થોડાક દીવાઓને ઝાંખે અજવાળે દરિયો દેખાતો હતો.

થોડે દૂર ઝાડની એક ડાળીનો કચૂડાટ થયો, અને ‘ક્લીક’ કરતા અવાજ સાથે, વીજળીબત્તીની રોશનીએ અમને આભા બનાવ્યા. પણ એક જ પલ - પછી પાછો વધુ ઘાટો અંધકાર અમને ભીંસતો ઊભો. કોઈ ઊંડા ઘાટા અવાજે અમારા ભોમિયાને કંઈક પૂછ્યું. એ પુછાણમાં કરડાકી અને સંદેહ ભર્યા હતાં. પછી અવાજ આવ્યો : “વેન્ગાન - આવો !”

બે બુલંદ કુત્તાઓ ટટ્ટાર ખડા હતા. પોતાના કાન ઢીલા કરીને તેઓએ આ નવીન ગંધવાળા અજાણ્યા આદમીને આવવાની સંમતિ આપી.

હું સમજ્યો. બહારવટિયાની પ્રાણરક્ષણની પહેલી ચોકી પર અમે આવી પહોંચ્યા છીએ.

એટલામાં તો એકાએક એ ખડકોમાંથી બે બીજા આદમીઓએ નીકળીને અમારી વચ્ચે જગ્યા લીધી. ચુપચાપ અને સચેત બની અમે ચાલ્યા. અવારનવાર કોઈ વંકી જગ્યાએ ચોકીદારોની બત્તીઓ ઘડીભર અમારી કેડી અજવાળીને પાછી ઓલવાઈ જતી હતી; ને એ પલકવારના ઝબુકાટમાં હું મારી આસપાસના એ ત્રાંબાવરણા, કાળમીંઢ-શા કઠણ, પહોળા અને પડછંદ માનવ-આકારોને નિહાળી લેતો. તેઓને ખભે તૈયાર બંદૂકો હતી. તેઓના પટ્ટામાં અને ગજવાંમાંથી ડોકિયાં કરતી પિસ્તોલો ને છૂરીઓ એ પ્રકાશને પલકારે ચમકી રહેતી.

હું જો એક નોતરાઈને આવેલો પરોણો ન હોત તો તો મને એમ જ લાગી જાત કે આંહીં મારા જાનની કિંમત એક દમડી જેટલી પણ નથી. પણ હું જાણી ચૂક્યો હતો કે કૉર્સિકા બેટના મહેમાનદારીના કાયદા અવિચળ છે. મને ફડકો તો ફક્ત એક જ હતો કે આજુબાજુમાં જાસૂસી કરતો કોઈ સરકારી સિપાહી જો અમને મળી ગયો ને, તો તત્કાળ મને આ લોકો કોઈ સરકારનો મળતિયો દગલબાજ જ માની લેશે. ને એક જ ભડાકો મારી આ મુલાકાતની સમાપ્તિ આણશે.

બહારવટિયાના રક્ષકો કશી વાતની ચર્ચા કરવા કંઈ થોડા થોભે છે ! એને તો પોતાના સરદાર તરફની વફાદારી મુખ્ય વાત છે. નિર્દોષ કોઈ માર્યો જાય તેનો બેશક એને અફસોસ થાય, પણ ઝલાઈ જવાના જોખમમાં ઊતરવા કરતાં તો શક પડ્યો કે બંદૂક ચાંપવી જ ભલી !

એકાએક કેડો પહોળો બન્યો ને સપાટ ભોં આવી. પછી અમે છ-સાત ઝૂંપડાંના એક નેસ સોંસરવા પસાર થયા. બીજે છેડે ઝૂંપડું હતું ત્યાં અમે થંભ્યા. એ ખુલ્લા કૂબામાંથી હૂંફાળી સગડી ઝબૂકી.

એક ભરવાડનું – બહારવટિયાના ભાઈબંધનું – એ ઝૂંપડું હતું. રક્ષકોના હુકમ મુજબ હું અંદર દખલ થયો. ભરવાડે મને પથ્થરની બેઠક પર બેસાડીને કહ્યું : “ઈ હજી આવ્યો નથી. પણ હમણાં આવી પોગશે.”

બહારવટિયાને વાતચીતમાં નામ દઈને નહિ, પણ ‘ઈ’ કહીને ઓળખાવવામાં આવતો હતો. એક્કેકની પાસે ઓછામાં ઓછાં બાર-બાર હથિયાર અને એક્કેક ભરેલી બંદુક એવા કેટલાક કદાવર લોકો મારી ચોપાસ વીંટળાઈને મને તીણી આંખે તપાસતા ઊભા. એ બધા બહારવટિયાના અંગરક્ષકો હતા; અને જ્યાં એક નાની એવી ચૂક પણ મોતનો મામલો મચાવે છે એવી દુનિયાની અનુભવશાળામાં ઘડાયેલા આ લોકો હંમેશાં દગલબાજને પકડી પાડવામાં પાવરધા હતા.

આખરે બારણું ઊઘડ્યું ને હું જેની મુલાકાત વાસ્તે આટલે દૂર આવ્યો છું તે આદમી દાખલ થયો. પંદર વરસ થયાં સરકારને હાથતાળી દઈ રહેલ શું આ નોન્સ રોમાનેતી ! મારી પહેલી છાપ નિરાશાની પડી. મધ્યમ કદનો, ભૂરો પોશાક પહેરેલો અને સાદી પોચી ટોપીવાળો સાવ સાધારણ એ આદમી હતો. એની બંદૂક પણ સાદી હતી. આ બહારવટિયો !

પછી એણે જ્યારે નજીક આવીને મારી સામે હાથ લંબાવ્યો, ત્યારે મને એ પુરુષના પ્રતાપની અને એની મુખમુદ્રામાંથી ઝલકતી લોહચુંબક જેવી જવાંમર્દીની ઝાંખી થઈ.

ઘટાદાર ઝાડી જેવાં ભવાં નીચે ઝગારા કરતી એ બે પાણીદાર આંખોને પંદર વરસના વનવાસે વાઘદીપડાની પેઠે અંધારે પણ દેખતી બનાવી હતી. બહારવટિયો બન્યો તે દિવસથી જ રોમાનતી હંમેશાં રાતે જાગતો ને દિવસે ઊંઘતો. એવી રાતની ક્રિયાઓને ટેવાયેલી બે આંખો જ એ ચહેરાની ખરી ખૂબી હતી. એની નજર તીણી, કરડી અને વીંધી નાખે તેવી હતી. આંખોનાં કાળાં ઊંડાણોમાં અક્કેક ઝીણી જ્યોત જાણે નિરંતર ટમટમ થતી હતી. એના સખત બિડાયેલા હોઠ ઉપર નાની કાળી દાઢીમૂછ ઢંકાયેલી હતી. એ નીચેની હડપચી કોઈ ખડકની માફક ધસી પડતી હતી. છાતી પહોળી હતી. પગ ટૂંકા ને પેશીદાર હતા.

એક પલકારે હું જોઈ શક્યો કે આ માનવીનું કલેવર કુદરતે મુસીબતો વેઠવાને માટે જ પોતાની લોખંડી એરણ ઉપર ટીપીટીપીને તૈયાર કર્યું છે. આમ રોમાનેતીને જેવો છે તેવો તો બહુ થોડાકોએ જોયો હતો. કેમ કે કેટલી વાર તો એ પોતાના કોઈ સાથીને જ રોમાનેતી બનાવીને મુલાકાત લેવા બેસાડતો. કોઈ વાર પોતે હડપચી ઉપર શ્વેત દાઢી પહેરી લેતો. આમ એનાં ચહેરાનિશાન વિશે સર્વત્ર ગોટાળો જ ચાલતો હતો.

અમે મેજ ઉપર બેઠા કે તુરત જ બહારવટિયા દોસ્તે એક મોહક હાસ્ય કરીને કહ્યું : “આપણે બન્નેએ જગ્યાની અદલાબદલી કરવી પડશે. મારે હંમેશાં બારણાની સામે જોઈને બેસવું પડે છે. આદત પડી ગઈ છે ને, ભાઈ !”

વધુ એણે કશું ન કહ્યું. પરંતુ એ સાદા શબ્દોની પાછળ રહેલી કરુણતાને હું સમજી ગયો. નિરંતર એને તો શત્રુઓથી ખબરદાર રહેવાનું : પલેપલ એને કોઈ દુશ્મનનો ડર : આરામની થોડી ઘડીઓ દરમિયાન પણ એને તો વીસરવાનું જ નહિ કે પોતે એક શિકારનું પશુડું છે અને પોતાના માથા ઉપર મોટું લલચામણું ઈનામ લટકે છે.

વાળુની વાનીઓમાં બહારવટિયાએ ખાસ પોતાની દ્રાક્ષોના માંડવામાંથી બનાવેલા આસવોના સીસા પીરસ્યા હતા. અમે મોજથી ગુફતેગુ કરતા હતા. પાસે બેઠેલા કુત્તાઓ ઘડીઘડી માથાં ઊંચકીને સાંભળ્યા કરતા હતા, ને દર અરધા કલાકે બારણું ઊઘડતું, એક રક્ષક આવીને બહારવટિયાના કાનમાં કશુંક કહી ચાલ્યો જતો.

એક વાર એ શબ્દો મેં પકડ્યા હતા : “પહેલા ને બીજા નંબરના સંત્રી ખેરિયત જણાવે છે.”

એવા ચોકીપહેરા વચ્ચે અમે ભોજન લેતા હતા, બહારવટિયો દોસ્ત ખાતો તો જરીક જ, વિશેષ તો એ આસવની પ્યાલીઓ જ ગટાવ્યે જતો, પછી જ્યારે મેજ ઉપર દેશી બનાવટની જલદ શ્વેત તાડી પીરસાઈ અને સિગારેટો ચેતાવાઈ, ત્યારે બહારવટિયાએ ડિલ ઢાળ્યું.

મેં પૂછ્યું, “તમે એક બગાસું પણ ખાધા વગર એક સામટા સાઠથી ઐસી કલાકનો ઉજાગરો ખેંચી શકો છો એ વાત સાચી ?”

‘ભાઈના સોગંદ, સાચી વાત.’ બહારવટિયાએ જવાબ વાળ્યો, ‘આખી આવરદામાં મને ઝોકાં તો કદી આવેલાં જ નથી. મારું દિલ હોય તો જ ઊંઘી જાઉં છું. ને તે પણ દા’ડે; કોઈ વાર ચાર કલાક કે પાંચ કલાક પણ નીંદની જરૂર ને લીધે નહિ કે કંટાળાને લીધે.’

મેં કહ્યું, ‘પેલા અમેરિકાવાળાનું એરોપ્લેન આંહીં તૂટી પડ્યું હતું તે પ્રસંગ જાણવાનું મારે મન છે.’

“હા, એક દી સવારે અમે ડુક્કરનો શિકાર કરીને પાછા વળીએ છીએ, ત્યાં એ વિમાનનો ઘરેરાટ સાંભળીને અમે ચોંક્યા, કદાચ ફુલેસવાળાઓની આ નવી તરકીબ હોય એવી ભે ખાઈને અમે ઝડીમાં બેસી જઈ સફેદ વિમાનને આવતું નિહાળી રહ્યા. એકાએક અમે એમાંથી એક ધુમાડાનો મોટો થાંભલો ચડતો દીઠો, ને એક પલમાં વિમાન ત્યાં પટકાઈને ઝાડોમાં ભુક્કો બની ગયું. ત્યાં અમે દોડ્યા ગયા. એ સળગતા ઢગલામાં અમે બે મર્દોને અને એક ઓરતને દેખ્યાં. અમે બધા તો તાત્કાલિક મલમપટામાં કાબેલ રહ્યા. ને - શું કરીએ ભાઈ ! જખ મારીને કાબેલ થવું જ રહ્યું – એટલે એ બિચારાંની બનતી સારવાર તો પ્રથમ દરજ્જે પતાવી. વિમાનનો પાઈલટ તો તમામ થઈ ગયેલો, પણ ઓરત ને મર્દ જીવતાં હતાં. મારી ઓરત તમારા લાવા ગામ પડખેના પડાવે જ હતી ત્યાંથી મેં એને તરત તેડાવી મગાવી ને બીજી બાજુ નજીકને શહેરથી દાક્તરને તેમ જ ઝોળી ઉપાડવાવાળાને તેડાવ્યા. થોડે વખતે એ બધા તો પોલીસના પહેરા સાથે આવી પહોંચ્યા. અમે બેશક છુપાઈને બેઠા હતા, પણ મારી ઓરત તો એ બેહોશ કમનસીબોની સારવાર કરતી ત્યાં જ ઊભી હતી. એ બાપડીએ પોતાનાથી બનતું કર્યું - જખ્મો ધોયા ને ચહેરા સાફ કર્યા. ઝોળીમાં નાખીને તેમને તો ઉઠાવી જવામાં આવ્યાં, ને એ લોકો પાસેનું જે રોકડ નાણું તેમ જ દાગીના અમે કબજે લીધેલાં તે તમામ મારી ઓરતે સરકારી માણસોને સુપરદ કરી દીધાં. પછી એ બેમાંથી કોઈ જીવતું તો થયું નહિ, પણ મારા ઉપર તો છેક અમેરિકાથી અહેસાનના કાગળો મારી ઓરત મારફત આવ્યા હતા. આ જુઓ ! આ રહ્યા એ કાગળો. મેં હજુ સાચવી રાખેલા છે : જુઓ આ ફાંકડી ગજવાપોથી.’ એમ કહી બહારવટિયાએ એક ચામડાની, સુંદર પોથી કાઢી. તેના ઉપર સોને તેમ જ હીરે મઢેલો N અક્ષર હતો. એટલે બહારવટિયાના નામ ‘નોન્સ રોમાનેતી’નો પહેલો અક્ષર. હું હસ્યો – ‘એન’ – એ તો બીજા પણ એક દેશપાર થયેલા કોર્સિકાવાસીના નામનો પહેલો અક્ષર, ખરું ને?”

“હા, નેપોલિયન : એ પણ આખરે એક જાતનો બહારવટિયો જ હતો ને ભાઈ ! અલબત્ત, મારા કરતાં ક્યાંયે મોટો – વળી એનો સિતારો બુલંદ નીકળ્યો અને મારા મુકદ્દરમાં -” બહારવટિયાએ નિઃશ્વાસ નાખ્યો. પછી એકદમ જાણે કલેજા પરથી કશુંક ખંખેરી નાખતો હોય તે રીતે એ છલંગ મારીને ખડો થયો, બોલી ઊઠ્યો કે. “પરવા નહિ. જુઓ દોસ્ત, તમને બતાવી દઈએ કે અમે કંઈ હરદમ ગમગીનીમાં જ જિંદગી નથી કાઢતા. ઓ દોસ્તો, ચાલો. ગાનાં-બજાનાં ચલાવો.”

એક આખું મંડળ રચાયું. એક જણ ગિટાર બજાવતો બેઠો, અને આખું મંડળ કૉર્સિકા બેટના મશહૂર વિલાપગીતો ગાવા માંડ્યું. એ વેધક શોકસૂરમાં એક પછી એક લોકગીતની પહેલી લીટીઓ ઠલવાતી ગઈ.

પછી બહારવટિયો પણ ઊઠીને એ રાસમાં શામિલ બન્યો. અને પોતાના સુંદર ઘેરા ગળામાંથી ‘વોસેરી’ નામના લોકગીતની અક્કેક કડીને વારંવાર ઊલટાવી ઉલટાવી ઝૂકવા લાગ્યો. એ ગીત મહેમાનના માનમાં ગવાય છે. ને એની મુખ્ય પંક્તિ તરીકે ‘લાખેણો મરદ આપણા ઘેરે આયો રે!’ એવું કંઈક જોડકણું જોડાય છે. પછી કેટલાંક ઈટાલિયન ગીતો લલકારાયાં. પણ ફરી બહારવટિયા એ સુધરેલા ઈટાલિયન સંગીત પરથી પોતાના બથ્થડ દેશી ઢાળો પર આવી પડ્યા, અને જરી વારમાં તો એ દેશી સંગીતના મસ્ત ઝંકારે હવા ધબકી ઊઠી.

વેરાનની રાત આ રીતે ગાન, નાચ અને ગુલતાનમાં ગળવા લાગી.

જિંદગીમાં જાણે રજમાત્ર ચિંતા ન હોય એવા મસ્ત ઉલ્લાસથી ગાતો, નાચતો અને મદની પ્યાલીઓ પીતો આ રસીલો અણથાક માનવી વિકરાલ બહારવટિયો હશે, પલેપલ એનું માથું ડગમગતું હશે, એના નામોચ્ચારથી છોકરું છાનું રહેતું હશે ને ભલભલા જંગબહાદુરોનાં કલેજાં કાંપી ઊઠતાં હશે એવું કોણ કલ્પી શકે !

પણ એ કઠોર સત્ય મારી સંમુખ જ આવી ઊભું રહ્યું. એ બુલંદ રાસલીલાની વચ્ચે એકાએક બહારથી એક લાંબો ઊંડો અવાજ આવ્યો. કુત્તા ભસ્યા, અને એક પલમાં નિઃશબ્દતા છવાઈ ગઈ.

એક પલ પહેલાં જ રોમાનેતીનાં પગલાં એ નાચમાં લથડિયાં લેતાં હતાં. અઢી રતલ કાચી બ્રાન્ડીએ બહારવટિયાના લોખંડી મનોબળ ઉપર પણ માદકતાની અસર આણી દીધી હતી. આંખો ઘેરાતી હતી.

પણ પછી ! - નશાબાજીનાં તમામ ચેનો એક પક્ષીના પડછાયાની પેઠે ચાલ્યાં ગયાં. ઘનઘેરી ચકચૂર આંખો ફરી વાર ચોખ્ખી ને ચળકતી બની ગઈ. મને એણે બાજુએ ખેસવીને પોતાની બંદૂક પંજામાં જકડી લીધી.

એક આદમી દાખલ થયો ને કંઈક ગણગણ્યો. રોમાનેતીએ મારી સામે મસ્તક ઝુકાવી, મોં મલકાવી આ રંગભંગ માટે માફી માગી. ચપોચપ બંદૂકો તપાસાઈ ગઈ. કમરપટ્ટા તંગ કરી લેવામાં આવ્યા. અને આખી ટુકડી, હારબંધ, ગંભીર ખામોશી સાથે કૂચકદમ કરી નીકળી ગઈ.

થોડી ઘડી પછી મેં ઘોડાના ડાબલા પડતા સાંભળ્યા; ને તે પછી આઘેઆઘેથી એક ગોળીબાર સાંભળ્યો. બારણાની બહાર ગયો ત્યાં તો સર્વ સૂનકાર અને સન્નાટ હતો.

બહારવટિયાનો રાજા રોમાનેતી ગાયબ બન્યો હતો !

મારે કમનસીબે વળતે પ્રભાતે મને ત્યાં જોઈ લેવામાં આવ્યો હતો, એટલે પાછા વળતાં મને બે પોલીસોએ પરહેજ કર્યો. મારે કાંડે લોખંડી સાંકળ જડવામાં આવી. મને શહેરમાં લઈ જઈ, બહારવટિયાને ચીજવસ્તુ પહોંચાડનાર તરીકે રજૂ કરવામાં આવ્યો. હું કોણ છું તેની ખાતરી કરાવતાં સદ્ભાગ્યે મને છોડવામાં આવ્યો હતો.


[8]

વાત ચાલે છે કે ભાઈ, એક દિવસ રાતે એક અંદરગાળાના ગામડાની હોટલમાં બહારવટિયાના આવા રંગરાગ અને નાચગાનનો જલસો જામી પડ્યો હતી. અંદર એ મહેફિલની ઝૂક મચેલી હતી અને બહાર કુત્તા તેમ જ માનવ સંત્રીઓ બબ્બે ગાઉ ફરતા ચોકી રાખી રહેલા. એ ગુલતાનની વચ્ચે ગામનો ધર્મગુરુ આવીને ઊભી રહ્યો, બહારવટિયાની પાસે જઈને કાનમાં કંઈક કહ્યું.

શબ્દ સરખો પણ બોલ્યા વગર બહારવટિયો ચૂપચાપ ઊભો થયો અને પાદરીસાહેબની પછવાડે પછવાડે ચાલ્યો. બન્ને જણા એક ઝુંપડામાં ગયા.

ઝૂંપડામાં એક ગંધાતું બિછાનું હતું. તે ઉપર એક ખેડુતની ઓરતના છેલ્લા શ્વાસ ખેંચાઈ રહ્યા હતા. મરતી ઓરતનો ધણી એ પથારીની સામે ઘૂંટણભર બેસીને છેલ્લાં આંસુ સારતો હતો.

બહારવટિયાએ ટોપી ઉતારીને ધીરે ધીરે અંગુઠા પર પગલાં ભરી પથારી પાસે આસન લીધું. મરતી ઘરનારીને અને રડતા ખેડૂતને એણે કેટલીક વાર સુધી શાંતિનાં વચનો સંભળાવ્યાં. મીઠું આશ્વાસન આપ્યું. પછી એ ત્યાંથી નીકળી ગયો, બાર ઊભા રહીને એણે પાદરીના હાથમાં દોથો ભરીને બૅન્ક-નોટો મૂકી કહ્યું : “આ એની દફનક્રિયા માટે, એનાં રઝળી પડનારાં બચ્ચાં માટે, અને એની પાછળ મારા વતી દેવળમાં બંદગી મંડાવવા માટે.”

હોટેલમાં જઈને એણે સાથીઓને ચૂપ કર્યા અને આખી મંડળી ઘોડે ચડી જંગલમાં ચાલી ગઈ.

પોલીસ-અધિકારી વુલ્ફ કહે છે કે “હું એને મળ્યો. તે પછી એક વરસે, બરાબર ભળકડા બાદ બહારવટિયો લાવાગાળીવાળે ઘેર જતો હતો ત્યારે ખડકોની પછવાડે છુપાયેલી એક પોલીસ પાર્ટીએ એને પડકાર્યો, શરણે થવા કહ્યું, જવાબમાં બહારવટિયાએ પિસ્તોલ ચલાવી અને અર્ધચંદ્રાકારે ફરતા ભડાકા કર્યા પણ પોલીસની ગોળીઓની ‘વૉલી’ થઈ. તેમાં બહારવટિયો ઘોડેથી પટકાઈને રામશરણ થયો.”

એ થયું સરકારી નિવેદન.

બહારવટિયાના દોસ્તો બોલે છે કે કેટલાક દિવસોથી રાત ને દહાડો શિકાર ખેલીને થાકેલો બારવટિયો પડખેના એક ગામે પોતાના માંડવાની દ્રાક્ષો તથા આસવોના વેચાણ સારુ વાટાઘાટો કરવા જતો હતો. એક ભાઈબંધે એની સંગાથે ચોકી કરવા જવાની ખુશી બતાવી. સાથીઓ બધા થાકી લોથ થયેલા, એથી બહારવટિયાએ આ ભાઈબંધને એકને જ લઈ મુસાફરી માંડી. પોતે ઘોડા પર હતો. ભાઈબંધ પાળો હતો. બે માનીતા કુત્તા માર્ગમાં બહારવટિયાના ઘોડા ફરતા આંટા મારી રહેલા હતા.

બરાબર ભળકડા પહેલાં આ ભાઈબંધ જરીક પછવાડે રહી ગયો અને રોમાનેતીની પીઠ ઉપર ગોળી ચોડી, બહારવટિયાનું કલેજું ફાડી નાખ્યું.

રોમાનતી એ રીતે મૂઓ.

એનો દીકરો હજુ બાળક છે. બેટવાસીઓ કહે છે કે છોકરો જુવાન થશે એટલે ‘વેન્દેતા’ પરંપરા ચાલુ કરશે. અને ‘ભાઈબંધ’ને શોધી લેશે.