લખાણ પર જાઓ

દવ તો લાગેલ ડુંગર મેં

વિકિસ્રોતમાંથી
દવ તો લાગેલ ડુંગર મેં
મીરાંબાઈ



પદ ૮ પરજ.

દવ તો લાગેલ ડુંગર માં, કો’ને ઓઘાજી, અમે કેમ કરિયેં;
કેમ તે કરિયેં અમે ક્યાં વસિયેં— ટેક.

હાલવા જઇયે તો વ્હાલા, હાલી ન શકિયેં;
બેસી રહિયેં તો અમે બળી મરિયેં— દવ તો. ૧.

આરે વરતિયેં, નથી ઠેકાણું વ્હાલા;
પરવરતીની પાંખે અમે ફરિયે— દવ તો. ૨.

સંસાર સાગર મહાજળ ભરિયો વ્હાલા;
બાંહોડી ઝાલો નકર બૂડી મરિયેં— દવ તો. ૩.

બાઇ મીરાં કહે પ્રભુ ગિરધારના ગુણ;
ગુરુજી તારો તો અમે સ્હેજે તરિયે— દવ તો. ૪.





અન્ય સંસ્કરણ

[ફેરફાર કરો]

દવ તો લાગેલ ડુંગર મેં,
કહોને ઓઘાજી, હવે કેમ કરીએ?
કેમ તે કરીએ? અમે કેમ તે કરીએ?

હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે..કહોને.

આરે વરતીએ નથી ઠેકાણું રે વહાલા,
પર વરતીની પાંખે અમે ફરીએ રે...કહોને.

સંસારસાગર મહાજળ ભરિયા વહાલા,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે..કહોને.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,
ગુરુજી તારો તો અમે તરીએ રે...કહોને.

અન્ય સંસ્કરણ

[ફેરફાર કરો]

દવ તો લાગ્યો ડુંગરિયે,અમે કેમ કરીએ?

હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે.

આ રે વસ્તીએ નથી ઠેકાણું રે વહાલા હેરી,
પરવસ્તીની પાંખે અમે ફરીએ રે.

સંસાર-સાગર મહાજળ ભરિઓ વહાલા હેરી,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર હેરી,
ગુરુજી તારો તો અમે તરીએ રે.