દિવ્ય આશા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
શૂન્યહ્રદય મુગ્ધા
નરસિંહરાવ દિવેટિયા
(ઢાળ : ગરબે રમવાને ગોરી નીસર્યા રેલોલ.)


<poem> સ્વર્ગમંડળે થકી હું ઉતરી રે લોલ; સ્વર્ગ માંહિં કંઈ મુજ નિવાસ. દિવ્ય આશા હું રે લોલ.

સર્વ ઠામ મ્હાલું કુસુમ વેરતી રે લોલ દીન બન્યાં દુઃખ ભારથી દબી રે લોલ. મનુજ બાળ ! લ્યો કુસુમસુવાસ; દિવ્ય હાસથી રે લોલ.

સર્વ ઠામ મ્હાલું કુસુમ વેરતી રે લોલ મર્ત્ય જીવને થતા કઠોર શોર સર્વ ઠામ મ્હાલું કુસુમ વેરતી રે લોલ, તે શમાવી ગાઉં અનુપમ ગાન, ઉચ્ચ તાનના રે લોલ.

ઠામ ઠામ ચાલું ગીત રેડતી રે લોલ. વિશ્વમોહનીનું બીન બેસુરું રે લોલ. મૂક થાય, જ્ય્હાં તણાય તાન. દિવ્ય વાદ્યના રે લોલ.

મનુજલોકમાં હું એમ ખેલતી રે લોલ. શાન્તસિન્ધુગાન જ્ય્હાં ગંભીર રે લોલ. સાન્ધ્ય રંગ વ્યોમ રમે રાસ, વાસ ત્ય્હાં કરું રે લોલ. તા ર લા ક ણી બની હું એકલી રે લોલ.