લખાણ પર જાઓ

દિવ્ય સુન્દરીઓનો ગરબો

વિકિસ્રોતમાંથી
દિવ્ય સુન્દરીઓનો ગરબો
નરસિંહરાવ દિવેટિયા
ઢાળ : લોચનમનનો રે ઝઘડો રે લોચનમનનો




દિવ્ય સુન્દરીઓનો ગરબો

નરસિંહરાવ દિવેટિયા

ત્રણે ગગન: તેજે ઘડ્યાં અમ- અંગ, અમોલાં તેજે ઘડ્યાં છે;
સુન્દરી: કરિયે ન તિમિરનો સંગ, તિમિર અમ વેરી ઠર્યાં છે.

સાખી: દિવ્ય લોકમાં ઘૂમતા ફરિયે સહુ રસભેર,
ને પ્રેમે કંઈ રેડિયે, મર્ત્યલોકે અમીની સેર,
અમોલી સેર અમીના. તેજે ઘડ્યાં

ચંદા: સાખી: "પ્રેમી જોડાં કલહમાં રીસાએ ક્ષણ વાર,
ત્હેનાં હ્રદયે રેડતી ચંદા હું પ્રેમ-અમીની ધાર,
રસીલી ધાર અમીની." તેજે ઘડ્યાં૦

ચંદા: સાખી: "મુગ્ધા સૂતી અગાશિયે ચિન્તનમાં ડ્હોળાય,
સીંચી ત્હેના હ્રદયને ખીલવું પ્રેમકળી હું કાંઈ,
ઉજળીશી પ્રેમકળી હું." તેજે ઘડ્યાં૦

શુક્રતારા: સાખી: "હાસ કરતું આકાશમાં નીરખે ન્હાનું બાળ,
ત્હેને હ્રદયે રોપું હું શુક્રતારા કવિત્વ રસાળ,
અતિ ગૂઢ બીજ કવિતનું." તેજે ઘડ્યાં૦

શુક્રતારા: સાખી: "હ્રદય વેકસી કવિજન ઊભો, નીરખે અનિમેષ નેન,
ત્ય્હાં ઝરતી હું પ્રેમથી કાંઈ કવિતસરિતનાં વ્હેણ
કવિતની દિવ્ય સરિતનાં." તેજે ઘડ્યાં૦

તારાસખી : સાખી:"ચિત્રકાર કવિમિત્ર જે ઊભો ફલક સમીપ,
તત્ત્વદર્શી ત્હેને હ્રદય પ્રગટાવું હું પ્રતિભાદીપ,
પૂર્યો દિવ્ય દીપ અમીએ." તેજે ઘડ્યાં૦

ત્રણે ગગન સાખી: હમે તેજનાં બાળ સહુ સીંચીને નિજ નૂર,
સુન્દરી: મનુજ હ્રદય ગૂંગળાવતું હરિયે અન્ધ તિમિરનું પૂર,
હર્ષરિપુ પૂર તિમિરનું. તેજે ઘડ્યાં૦