ધર્મને લાલે મુને

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ધર્મને લાલે મુને
પ્રેમાનંદ સ્વામીધર્મને લાલે મુને, હેતે બોલાવી,
એકાંતની વાત, મરમે સમજાવી રાજ... ધર્મને

મૂળ માયાનાં બંધન, કાપવા આવ્યા,
ધામ ધામના વાસી, આદિ બોલાવ્યા રાજ... ધર્મને

મૂળ અક્ષર પણ, શ્રી હરિ સંગે,
મુક્ત મંડળને વહાલો, લાવ્યા ઉમંગે રાજ... ધર્મને

નવે ગ્રહમાં જેમ, ભાનુ વિના તમ,
દૂર ન થાય કરે, કોટિક કર્મ (શ્રમ) રાજ... ધર્મને

પ્રેમાનંદનો સ્વામી, પ્રાણસનેહી,
બદ્ધ જીવોને વા'લે, કર્યા વિદેહી રાજ... ધર્મને

-૦-