નમું કર જોડી, બુદ્ધિ છે થોડી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નમું કર જોડી, બુદ્ધિ છે થોડી
પ્રેમાનંદ સ્વામીનમું કર જોડી, બુદ્ધિ છે થોડી રે,
  શું ગાવું, પાર ન પાવું, મારા રાજ ૧
જોઈ કંબુ કંઠ, મદન અટંટ રે,
  થયો દીન, પરમ પ્રવીણ, મારા રાજ ૨
વદન વિલોકી, ભક્ત જન શોખી રે,
  જોઈ ફૂલ્યા, તન સુધ ભૂલ્યા, મારા રાજ ૩
ચંદ્રનો પ્રકાશ, શશી મુખ હાસ રે,
  કુંદ કળી, દંતની આવળી, મારા રાજ ૪
અધર પ્રવાળ, રૂપની જાળ રે,
  નાની રેખે, પ્રેમાનંદ દેખે, મારા રાજ ૫