લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૨૨

વિકિસ્રોતમાંથી
← કડવું ૨૧ નળાખ્યાન
કડવું ૨૨
પ્રેમાનંદ
કડવું ૨૩ →
રાગ:રામગ્રી.


કડવું ૨૨ – રાગ:રામગ્રી.

નળને નિદ્યો પ્રેમદા દાધીજી, દૂતત્ત્વ ન સીધ્યું વિષ્ટિ ન વાધીજી;
બે દુઃખ દાઢી ગુણવંત ગોરીજી, વહ્નિ વિજોગનો મૂક્યો સંકોરીજી.

ઢાળ

નિંદા કીધી નળતણી છે, વિજોગ વહ્નિ પ્રથમ;
કોમળ કદળી કુંહાડાના, ઘાવ સહે કહો ક્યમ.
વિરહિણી ઘણી વિકળ થઇને, પડી પ્ર્થ્વી માંહે;
સાહેલી ચાંપે હૃદે ને, મુખે વડે ત્રાહે ત્રાહે.
આશ્વાસન કરતી કિંકરી, વળી શામાને સાન;
દૂત પ્રત્યે કહે કન્યા, શું કરું સૂર રાજાન.
અપરાપતિ અમને અમરની ને, અલ્પ માનવ કાય;
જઇ કહો તમ દેવને જે, એ કારજ નવ થાય.
ઉત્કૃષ્ટ અમર નિકૃષ્ટ નાળા મેં, તમથી જાણ્યું આજ;
પણ નૈષધપતિને પિંડ સોંપ્યો, અન્ય તણું નવ કાજ.
અકળ અજ ને અનંગ અરિ જો, વરવા આવે ત્રણ;
તોહે પણ મૂકું નહીં ચિત્ત, ચોહોંટ્યું નળને ચર્ણ.
વીરસેન સૂતાનો દૂત હંસ, મેં દીધી તેને આશ;
ના કહું તો લાજે જનુની, જાણમાં હોયે હાસ.
તમો પધાર્યા દૂત થઇને, દેવાનું કરવા હેત;
શકે તો નળ વિષ્ટિએ આવ્યા, સુરસું કરી સંકેત.
જથારથ બોલોર જોગી, ભોગી છો ભૂપાળ;
મનમાં છો તેવા દેખું છૌં, હાંસે નાખી મોહ જાળ.
સંન્યાસી કહે સુંદરી, કોણ માત્ર નૈષધપત્ય;
દેવ વિના નોહે મનુષ્યને, અગોપ આવ્યાની ગત્ય.
બુદ્ધિ હીણ બાળા દેખાય છે, માનવ ઉપર મોહ;
સ્વર્ગ સદન મૂકીને કાં, ઇચ્છે નળ ઘર ખોહ.
તું નહીં વારે તો દેવ ચારે, કરશે બલાત્કાર;
કલ્પ વૃક્ષ તુમને તાણી લેશે, જો જાચશે સુર લગાર.
દમયંતી કહે દેહ પાડું, જળમાં કરું જળાશાયી;
વરુણ વસે છે નીરમાં તુંને, સદ્ય જાશે સાહી.

પાવક પ્રગટી કાષ્ઠ સીંચી, માંહે કરું ઝંપાપાત;
વહ્નિ વરવા રહ્યો બેશી, વારુ વિવાહની વાત.
કંઠપાશ કરું કે વિષ પીયું, જેમ તેમ પાડું કાય;
તો અવગતે જમલોક પામે, સદ્ય વારે જમરાય.
અનશન વ્રતે તપ કરું, મારું ગુફામાં પેસી;
તે પુણ્યએ તું સ્વર્ગ પામશે, ઇન્દ્ર રહ્યો છે બેસી.

વલણ

બેસી રહ્યો છે સુરપતી, તું મુંએ ન છુટશે ઘેલીરે;
અંતે અમર વારે ખરા માટે, પરણ પ્રેમદા પહેલી રે.