લખાણ પર જાઓ

સર્જક:પ્રેમાનંદ

વિકિસ્રોતમાંથી
જન્મ 1649, 1636
મૃત્યુ 1714, 1734
વ્યવસાય લેખક, કવિ, નાટ્યકાર
ભાષા ગુજરાતી ભાષા
નોંધનીય કાર્ય મામેરૂં, સુદામા ચરિત, ઓખાહરણ, નળાખ્યાન

ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, મામેરૂં, નળાખ્યાન, સુદામા ચરિત અને દાણલીલા જેવી તેમની રચનાઓને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો. આપણા ઉત્તમ આખ્યાનકવિ હોવાને કારણે તેઓ 'કવિ-શિરોમણિ' નુ માન પામ્યા છે.

  • ઓખાહરણ(૧૬૬૭)
  • મામેરૂં(૧૬૮૩)
  • નળાખ્યાન(૧૬૮૬)
  • સુદામા ચરિત(૧૬૮૨)
  • રણયજ્ઞ(૧૬૯૦)
  • અભિમન્યુ આખ્યાન(૧૬૭૧)
  • ચંદ્રહાસાખ્યાન(૧૬૭૧)
  • મદાલસા આખ્યાન(૧૬૭૨)
  • હૂંડી(૧૬૭૭)
  • શ્રાદ્ધ(૧૬૮૧)
  • સુધન્વા આખ્યાન(૧૬૮૪)
  • રુક્મિણીહરણ-શલોકો(૧૬૮૬)
  • દશમસ્કંધ (નાનો અને મોટો, શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • અષ્ટમસ્કંધ/વામનકથા (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • શામળદાસનો વિવાહ (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • દાણલીલા (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • રુક્મિણીહરણ (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • નાસિકેતાખ્યાન (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • ભ્રમરગીતા (મોટી અને નાની, શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • પાંડવોની ભાંજગડ (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • વિવેક-વણજારો (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • વ્રજવેલ-બાળલીલા (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • સ્વર્ગની નિસરણી (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • ફુવડનો ફજેતો (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • વિષ્ણુસહસ્ત્રનામ (શ્રી કેશવરામનાં મતે પ્રામાણિક)
  • રુષ્યશૃંગાખ્યાન (હસ્તપ્રત અપ્રાપ્ય પરંતુ પ્રકાશિત)
  • માંધાતાખ્યાન (હસ્તપ્રત અપ્રાપ્ય પરંતુ પ્રકાશિત)
  • અષ્ટાવક્રાખ્યાન (હસ્તપ્રત અપ્રાપ્ય પરંતુ પ્રકાશિત)
  • માર્કંડેયપુરાણ (હરિશ્ચંદ્રાખ્યાન, દેવીચરિત્ર, મદાલસાખ્યાન અને મન્વતંરાખ્યાન સહિત, હસ્તપ્રત અપ્રાપ્ય પરંતુ પ્રકાશિત)
  • સપ્તમસ્કંધ/પ્રહ્લાદાખ્યાન (શ્રી કેશવરામ શાસ્ત્રીનાં મતે અર્ધશંકાસ્પદ)
  • સુભદ્રાહરણ (શ્રી કેશવરામ શાસ્ત્રીનાં મતે અર્ધશંકાસ્પદ)
  • હારમાળા (શ્રી કેશવરામ શાસ્ત્રીનાં મતે અર્ધશંકાસ્પદ)
  • મહાભારત (શ્રી કેશવરામ શાસ્ત્રીનાં મતે શંકાસ્પદ)
  • દ્રૌપદીહરણ (શ્રી કેશવરામ શાસ્ત્રીનાં મતે શંકાસ્પદ)
  • દ્રૌપદીસ્વયંવર (શ્રી કેશવરામ શાસ્ત્રીનાં મતે શંકાસ્પદ)
  • બર્ભુવાહન આખ્યાન (શ્રી કેશવરામ શાસ્ત્રીનાં મતે શંકાસ્પદ)
  • રામાયણ (અપ્રાપ્ય)
  • ભગવદ્ગીતા (અપ્રાપ્ય)
  • ડાંગવાખ્યાન (અપ્રાપ્ય)
  • વલ્લભ ઝઘડો (અપ્રાપ્ય)
  • નરકાસુર આખ્યાન (અપ્રાપ્ય)
  • કર્ણચરિત્ર (અપ્રાપ્ય)
  • ભીષ્મચરિત્ર (અપ્રાપ્ય)
  • અશ્વમેઘ (અપ્રાપ્ય)
  • ભાગવત (અપ્રાપ્ય)
  • નાગરનિંદા (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • લવકુશાખ્યાન (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • યમદેવાખ્યાન (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • રઘુવંશ (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • જયદેવાખ્યાન (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • કપિલગીતા (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • રેવાખ્યાન (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • શુક-જનક-સંવાદ (શ્રી અંબાલાલ જાનીનાં મતે)

અથવા ગુરુ-જનક-સંવાદ (શ્રી કાંટાવાળાને મતે)

  • ત્રિપુરવધાખ્યાન (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • લોપામુદ્રાખ્યાન (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • હનુમાનવિજય/મારુતિપ્રસન્નાખ્યાન (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • દુષ્ટભાર્યા નાટક (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • સુદર્શનાખ્યાન નાટક (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • મિથ્યા આરોપદર્શક નાટક (શ્રી અંબાલાલ જાનીનાં મતે)
  • રોષદર્શિકાસત્યભામાખ્યાન નાટક (અપ્રામાણિક)
  • પાંચાલીપ્રસન્નાખ્યાન નાટક (અપ્રામાણિક)
  • તપત્યાખ્યાન નાટક (અપ્રામાણિક)