નળાખ્યાન/કડવું ૩૬

વિકિસ્રોતમાંથી
← કડવું ૩૫ નળાખ્યાન
કડવું ૩૬
પ્રેમાનંદ
કડવું ૩૭ →
રાગ: દોહરા.


કડવું ૩૬ – રાગ: દોહરા.

સ્વપ્નું આવ્યું નારને, મૂકી જાય છે નાથ;
જાગી ઉઠી અચાનકે, ગ્રેહવા પ્રભુનો હાથ.

વૈદર્ભી થઊ ગાભરી, વળી જુએ ચોપાસ;
અમ અબળાના હૃદે કારમાં, બીહું તમારે હાસ.
જોયું વંન ફરી ફરી, સમ દેઇ કીધા સાદ;
પછી રુએ બહુ વિધકરી, પામી અતિ વિષાદ

રાગ મારુ.

અમો અબળા માણસ બીજે, નવ કીજે હાસ, હો નળરાય;
કેમ ધીરજ ધરું હું નારી, તમારી દાસ, હો નળ∘
રાત્ર અંધારી તો માહરી. વલે કોણ થાશે, હો નળ∘
તમ ચર્ણ કેરી આણ, પ્રાણ મુજ જાશે, હો નળ∘
આહાં તો બોલે સાવજ, નાગ વાઘ ને વરુ, હો નળ∘
બોલો બોલો વાહો છો ક્યમ, સમ હું તો મરું, હો નળ∘
હાંહાંજી જાઓ છો હાડ, રાડ થશે ફાંસુ, હો નળ૦
અગોપ રહ્યા ન આવે દયા, દેખી આંખડીએ આંસુ, હો નળ∘
તમારાં પાલાં ન વ પેખું કંથ, પંથ કેમ લહું રે, હો નળ∘
નિશા અંધારી ભયાનક, સ્થાનક કેમ રહુંરે, હો નળ∘
નૈષધ દેશની રાણી, તાણી અતીસેં રોયરે, હો નળ∘
પ્રભુજી અંગ અવેવ મારા, તારા જોયરે, હો નળ∘
ઘેલી સરખી ચાલે, વાહાલે વછોડીરે, હો નળ∘
માંડ્યું વલવલવું જોવું રોવું મૂક્યું છોડીરે, હો નળ∘
વલવલતી વૈદરભી વાટે, ઉચાટે ભરી, હો નળ∘
કારણ સ્વામી શુંય, હુંય પરહરી, હો નળ∘
વહાલા નવ દીજે છેય, નેહ વિચારો, હો નળ∘
કર્મે વાળ્યો આડો આંક, શો મારો. હો નળ∘

વલણ

શો અપરાધ મારો સ્વામી, દારુણ વનમાં મૂકી ગયારે;
અલ્પ ભ્રાંતે હું તજી, અંતર ન ઉપજી દયારે.